Friday, November 22, 2024

ડબ્લ્યુએચઓનો રિપોર્ટ : બી.1.617 વાયરસ 60 દેશોમાં ફેલાયો, વાયરસના વિવિધ પ્રકારોને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના રોગચાળાની બીજી લહેરમાં જોવા મળતું કોરોનાનું સ્વરૂપ બી.૧.૬૧૭ વિશ્વના ૫૩ દેશોમાં પહોંચી ગયું છે. ડબ્લ્યુએચઓને બિનસત્તાવાર રીતે માહિતી પણ મળી છે કે 7 દેશોમાં બી.1.17 વાયરસનો પ્રકાર મળી આવ્યો છે. યુકેમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૨૫૦૦ ને પાર થઈ ગઈ છે.

ડબ્લ્યુએચઓએ વાયરસના વિવિધ પ્રકારોને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા છે. ભારત સહિત 6 દેશોમાં વિનાશ વેર્યો.

ડબ્લ્યુએચઓએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સત્તાવાર અને બિનસત્તાવાર રીતે બી1.1.7 વેરિએન્ટ વિશ્વના 149, બી1.351 વેરિએન્ટ 102 અને પી.1 વેરિએન્ટ નોંધાયા છે. ડબ્લ્યુએચઓએ વેરિએન્ટને ૩ ભાગમાં વિભાજિત કર્યા છે. પ્રથમ બી.1.617.1 કુલ 41, બીજો વેરિએન્ટ બી.1.617.2 કુલ 54 અને ત્રીજો વેરિએન્ટ બી.1.617.3 વેરિએન્ટ છ દેશો ભારત, કેનેડા, જર્મની, રશિયા અને યુએસમાં વિનાશ સર્જી રહ્યો છે.

ડબ્લ્યુએચઓનું કહેવું છે કે સંક્ર્મણના જોખમની સાથે રોગની તીવ્રતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમ છતાં અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે બી.૧.૬૧૭ એ ફેલાવાની ક્ષમતામાં વધારો કર્યો છે. આવી જ રીતે ડબ્લ્યુએચઓએ જણાવ્યુ કે દરેક કોરોનાનો પ્રકાર કયા સુધી પ્રસારિત થયો છે.

યુરોપમાં પરિસ્થિતિમાં સુધારો, અમેરિકામાં 20 ટકાનો ઘટાડો

ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર યુરોપિયન પ્રદેશોની સાથે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પણ પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. છેલ્લા ૭ દિવસમાં નવા કેસો અને મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા 28 દિવસમાં વિશ્વના અન્ય દેશોમાં સંક્ર્મણ અને મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે આ વાયરસ વધુ ફેલાતા અને આક્રમક બનતા અટકાવવા માટે આ દેશો પર સંપૂર્ણ ભાર મૂકવો જોઈએ.

અમેરિકાના છેલ્લા 7 દિવસમાં નવા કેસોની સંખ્યા વધી છે. ગયા અઠવાડિયે અહીં 1,88,410 ચેપ ગ્રસ્ત મળી આવ્યા હતા. કોલંબિયામાં 7 દિવસમાં 7 ટકા દર્દીઓ ઘટયા છે. છેલ્લા 7 દિવસમાં અહીં કુલ 1,07,590 દર્દીઓ મળી આવ્યા છે.

યુકેએ રસીકરણ પર ભાર મૂક્યો

ભારતમાં પહેલી વાર મળી આવેલ બી ૧.૬૧૭.૨ થી બ્રિટન ગભરાઈ ગયું છે. આને રોકવા માટે સરકાર રસીકરણ માટે દબાણ કરી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શિયાળામાં વિનાશ વેરતા સ્વરૂપ કરતાં આ સ્વરૂપ વધુ ચેપી છે. યુકેમાં 65 વર્ષથી વધુ વયના દર 5માંથી 4 લોકોને રસીનો બંને ડોઝ મળ્યો છે.

બ્રાઝિલમાં 3% નવા કેસ વધ્યા.

ડબ્લ્યુએચઓના અહેવાલ મુજબ ભારતમાં છેલ્લા સાત દિવસમાં સૌથી વધુ 18,46,055 કેસ નોંધાયા છે. અગાઉની તુલનામાં આમાં પણ ઘટાડો થયો છે. બ્રાઝિલમાં નવા કેસોમાં ત્રણ ટકાનો વધારો થયો છે અને કુલ આંકડો 4,51,424 થયો છે. આર્જેન્ટિનામાં 41 ટકાનો વધારો થયો છે.

વિશ્વમાં સાત દિવસમાં 84,000 મોત

ડબ્લ્યુએચઓએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે બી.૧.૬૧૭ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વભરમાં છેલ્લા એક અઠવાડિયામાં 41 લાખ નવા કેસ નોંધાયા છે અને 84,000 લોકોના મોત નોંધાયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર