Friday, November 22, 2024

રાજ્યનાં 36 શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે.ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી, કર્ફ્યૂનો સમય જે રાત્રિના 8થી સવારના 6 સુધીનો છે, એને 18 મે સુધી લંબાવવામાં આવ્યો હતો. હવે આ મુદત પૂર્ણ થતી હોવાથી મુખ્યમંત્રી રૂપાણીએ આજે રાજ્યનાં 36 શહેરમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.

ગુજરાતનાં શહેરોમાં તો સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ગામડાંમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવા ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા મજબૂત બનાવી ગુજરાતમાં વધુ ને વધુ વેક્સિનેશન થાય એ માટેના પ્રયત્નો કરીને રાજ્યમાં કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા સરકાર સક્રિય બની છે. ત્યારે હવે છેલ્લા બે-ત્રણ દિવસથી ગામડાંમાં પણ સ્થિતિમાં સુધારો આવ્યો છે. ગામડાંમાં કોરોનાના કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ કામ કરી શકશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર