જુનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ઘોસ બોલાવવા સૂચનાઓ કરવામાં આવેલ જેને લઇ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને ડીવાયએસપી આર.વી. ડામોરના માર્ગદર્શન હેઠળ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા જગમાલ ચોક કાજીવાડામાં આવેલ આદિનાથ એપાર્ટમેન્ટના ત્રીજા માળે કુટણખાનું ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે તપાસ કરતા ત્યાંથી કુટણખાનું ચલાવનાર મહિલા સંચાલક મનીષા વિઠલાણી સહિત પાંચ મહિલાઓ અને એક પુરુષ મળી કુલ છ વ્યક્તિઓ સામે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઇ એ કે પરમાર, પ્રોબે. પીઆઇ નીરવ શાહ, એ એમ ગોહિલ અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં રેડ કરતાં ત્યાંથી હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપી પાડયું છે આ કુટણખાનામાંથી પોલીસે છ વ્યક્તિઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે પોલીસે શહેરમાંથી ચાલતા હાઈપ્રોફાઈલ કુટણખાનું ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી.
બીજી બાજુ માંગરોળના સરમા ઘેડ ગામમાં દીવાલ સાથે માથું પછાડીને ભત્રીજાની હત્યા કરનાર કાકો ઝડપાયો, દારૂ વહેંચવાનની ભત્રીજાએ ના કહેતા કાકા મુળુંએ લક્ષ્મણનું માથું વારંવાર દીવાલ સાથે અથડાવી અને લાકડાના ધોકાથી છાતી પર માર મારતા બનાવ હત્યામાં પલટાયો હતો.હત્યા કર્યા બાદ કાકો ફરાર થઈ ગયો હતો.ગણતરીની કલાકોમાં આરોપીને શીલ પોલીસે કરી ધરપકડ.ગત 19 તારીખના રોજ યુવકની હત્યાની ઘટના બની હતી. મૃતક લક્ષ્મણ રાણાભાઈ વાઢીયા ઉ.42નો મૃતદેહ ચામુંડા માતાજીના મંદિર નજીકથી મળ્યો હતો. જોકે, આ ઘટનામાં મૃતકની બહેનની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરીને હત્યારા કાકાની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પૂછપરછમાં કાકાએ ભત્રીજાની હત્યાનું ચોંકાવનારું કારણ જણાવ્યું હતું.કે મરણ જનારને દારૂ વહેંચવાનું કાકા મુળુંભાઈ વાઢીયાએ કહેતા મરણ જનાર ભત્રીજા લક્ષમણએ ના કહી અને કહેવામાં આવ્યું હતું કે થોડા દિવસ પહેલા મારી માતાનું મૃત્યુ થયું છે એટલે મારે એવો ધંધો કોઈ કરવો નથી ત્યારે કાકાએ ગુસ્સામાં આવી દીવાલ સાથે માંથુ અથડાવી અને લાકડાના ધોકા મારુ હત્યા કરવામાં આવી અને શીલ પોલીસમાં મરણ જનારના બહેન રંજનએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને પોલીસે આરોપી મુળું વાઢીયાને રિમાન્ડ પૂર્ણ કરી જેલ હવાલે કરવામાં આવ્યો.
મળતી માહિતી પ્રમાણે મૃતક દારૂ પીવાની ટેવવાળો હોય તેની માતા તેની પરિણીત દીકરી રંજનના ઘરે અમીપુર ગામે જતી રહેલી અને થોડા દીવસ પહેલા તેનું મૃત્યું થયું હતું, ત્યારે મૃતક અમીપુર ગયો હતો અને અચાનક તે સરમા ઘેડ ગામે જતો રહેલો હતો.બનાવ પહેલા મૃતક લક્ષમણ અને તેના કાકા મુળુ ભૂરા વાઢીયાને દેશી દારૃ વહેચવા બાબત બબાલ થઈ હતી. મૃતક લક્ષ્મણને તું દારૂ વેચીશ તો તને પૈસા મળશે અને કાળો ભત્રીજો ગામમાં આવેલા માતાજીના મંદિર પાસે બેઠા હોય બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.આખરે ભત્રીજાની હત્યા કરવામાં આવી..
