વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યો છે એમ જણાવી કૃષિ મંત્રી આરસી ફ્ળદુએ જામનગર ખાતે વાવાઝોડામાં થયેલી નુકસાની અને કેશ ડોલ ચુકવણી શરૂ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે. સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ અને મધ્ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થયેલ નુકસાની અંગે 237 ટીમ કામે લગાવાઈ છે. આ ઉપરાંત ખાતરના ભાવ વધારા બાદ વધેલા વિરોધના પગલે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લઈ ખેડૂતોને પ્રતિ બેગ રૂપિયા 700ની સબસીડી ચૂકવવાની જાહેરાત કરી છે.રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઈને આખરે રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે. ચો તરફથી ઉઠેલા વિરોધ બાદ આજે કૃષિ મંત્રીએ ખાતરનો ભાવ વધારો કંપનીઓ માટે જરૂરી બન્યો હોવાનો દાવો કરી કંપનીઓના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રો મટીરીયલ્સમાં થયેલા ભાવ વધારાને કારણે કંપનીઓને લાગત વધી ગઈ છે. જેને લઈને કંપનીએ ઉત્પાદન બંધ કરતા સરકારે મધ્યસ્થી કરી કંપનીઓ સાથે બેઠક કરી હતી.બેઠકમાં કંપનીઓની વધારાની લાગત સરકારે ઉઠાવી લઇ ખેડૂતોને પ્રતિ બેગ રૂપિયા 700ની સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ખેડૂતોને જુના જ ભાવે ખાતર મળશે અને કંપનીઓને પણ નુકશાની નહિ જાય. જો કે સબસીડીના નિર્ણય લઈને સરકારને 25 હજાર કરોડનું ભારણ વધશે એમ જામનગર ખાતે પત્રકારો સાથેની વાતમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.
કોરોના સંક્રમણ અને નિયંત્રણોના પગલે 23 દિવસ બાદ શરૂ થયેલા જામનગર માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે 43706 મણ જણસની હરાજી થઇ હતી. જુદી-જુદી જણસો લઇ 561 ખેડૂત આવ્યા હતાં. સૌથી વધુ 15750 ધાણા તો તુવેર માત્ર 175 મણ આવી હતી. હરાજીમાં અજમાના 3000, જીરૂના 2545, રાયડાના 1240, અડદના 1410 ભાવ બોલાયા હતાં.દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડ એક માસ બાદ ફરી ધમધમતા થયા , કોરોનાના કારણે માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદ વેચાણની પ્રક્રિયા બંધ કરી દેવાઈ હતી ત્યારે હાલ કોરોનાના કેસ ઓછા થતા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદ વેચાણની પ્રક્રિયા શરૂ કરાઈ.