Sunday, November 24, 2024

રાજકોટમાં કોરોના કાબૂમાં પરંતુ મ્યુકોરમાઈકોસિસની સ્થિતિ ચિંતાજનક !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આસમાન સે ગીરે ઓર ખજૂર મેં અટકે જેવો ઘાટ સર્જાયો છે,કોરોનાની બીજી લહેરનો પીક આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે જયારે કોરમાઈકોસિસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે.માર્ચ મહિનાથી સતત વધતા અને એપ્રિલ અને મે માસની શરૂઆતમાં ટોચ પર પહોંચેલા કોરોનામાં અંતે રાજકોટને રાહત મળી છે. છેલ્લા એક સપ્તાહથી સ્થિતિ તંત્રના નિયંત્રણ હેઠળ આવી ગઈ છે. છેલ્લા એક માસમાં જ શહેરમાં 48% જેમાં પણ છેલ્લા 12 દિવસમાં જ 40% બેડ ખાલી થયા છે. ઓક્સિજન, રેમડેસિવિર, હોસ્પિટલ બેડ પરનું ભારણ નોંધપાત્ર ઘટી ગયું છે. દરમિયાન ગઇકાલથી યુવાનોનું ફરી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

હાલ કોરોના મુદ્દે રાજકોટમાં ચિંતાજનક વાત માત્ર મ્યુકરમાઈકોસિસ જેવી સાઈડ ઈફેક્ટની છે. તેના કેસો હજુ ઘટતા નથી. પરંતુ, લોહીના ગઠ્ઠા જામી જવાથી હાર્ટ એટેકથી, ફેફસાંમાં ઈન્ફેક્શન વગેરેથી જે મૃત્યુ થતા તેનું પ્રમાણ ખાસ્સું ઘટ્યું છે. મે મહિના પ્રારંભમાં આશરે 70 લોકોના મૃત્યુ થતા જે હવે સતત ઘટતા આજે 19 અને ગઈકાલે 21 નોંધાયા હતા. 500 બેડની કુલ ક્ષમતા સાથેનો રાજ્યનો સૌથી મોટો મ્યુકર વોર્ડ રાજકોટમાં હતો પણ હવે તે પણ ભરાવા લાગતા નવા આયોજનના ભાગરૂપે સમરસ હોસ્ટેલને મ્યુકરમાઈકોસિસની સારવાર માટે જાહેર કરાશે. મ્યુકરમાઇકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બીમારી કરતાં પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. મ્યુકરમાઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12થી 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. જામનગરમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં વધારો, હાલ 103 દર્દીની સારવાર ચાલુ છે.

બીજી બાજુ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની અલ્પા ચાવડાએ ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 1243 લોકો પર ગૂગલ ફોર્મ દ્વારા સર્વે કર્યો તો ચોંકાવનારી વિગત સામે આવી. જેમા 82.90% લોકો પેનિક એટેકનો ભોગ બન્યા હતા. 75% લોકોએ કહ્યું કે પેનિક એટેકમાં અચાનક હૃદયના ધબકારા વધવા લાગે અને ગુંગળામણ થવા લાગે છે.આ સંજોગો વચ્ચે,મીની લોકડાઉનથી રૂપની સરકારે મુક્તિ આપી છે.રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક રાહત આપી મર્યાદિત સમય સુધી વેપાર-ધંધા માટે છૂટછાટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓમાં ખુશી છવાઇ છે. લાંબા સમયના વિરામ બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખૂલી છે અને સવારે 9થી બપોરે 3 સુધી તમામ ધંધા- રોજગાર કાર્યરત રહેશે. રાજકોટમાં તમામ બજારો ખુલી ગઈ છે. વેપારીઓએ દુકાન બહાર બોર્ડ લગાવ્યા છે અને તેમા લખ્યું છે કે, માસ્ક નહિ તો માલ નહિં.અનલોકની જાહેરાત થતાં જ 15 હજાર રાજકોટિયન્સે બ્યુટીપાર્લરમાં એડવાન્સ બુકિંગ કરાવ્યું, સૌથી વધુ બુકિંગ હેર ટ્રીટમેન્ટ માટે થયાં છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર