મિસ યુનિવર્સ 2021નું ફાઇનલ યોજાયું હતું અને આ ટાઈટલ મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ જીત્યું છે. જ્યારે મિસ ઈન્ડિયાની એડલાઇન કેસ્ટેલિનોએ ટોપ-4માં સ્થાન મેળવ્યું હતું. મિસ યુનિવર્સ તાજની રાહ જોતા ભારતીયો નિરાશ થયા છે. એડલાઇન કેસ્ટેલિનોની નોન વિનિંગથી ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું છે. ચાહકોને આશા હતી કે આ વખતે ભારત મિસ યુનિવર્સ ટાઇટલ જીતશે. ભારતની એડલાઇન કેસ્ટેલિનોએ ત્રીજો રનર અપ ટાઈટલ જીત્યો હતો જ્યારે મિસ ડોમિનિકન રિપબ્લિક કિમ્બર્લી જિમ્નેઝ ચોથા રનર અપ રહી હતી. આ ઉપરાંત સેકન્ડ રનર અપ મિસ પેરુ જેનિક મૈકેટા બની હતી.
મેક્સિકોને મળ્યું ટાઇટલ
સ્પર્ધાના ફોર્મેટ બાદ આખરી બે સ્પર્ધકો બ્રાઝિલની જુલિયા ગામા અને મિસ મેક્સિકો એન્ડ્રિયા મેજા વધ્યા હતા, પરંતુ મેજા જ આ ખિતાબ જીતવામાં સફળ રહી હતી. મિસ મેક્સિકો એન્ડ્રિયા મેજાનું નામ નવી મિસ યુનિવર્સ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તેને શાનદાર તાજ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મેજાએ મિસ યુનિવર્સ ૨૦૨૦ તરીકે સ્ટેજ પર પોતાનું પહેલું પગલું માંડ્યુ. મેજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અનુસાર તે ચિહુઆહુઆ ટૂરિઝમની એમ્બેસેડર છે. એટલું જ નહીં તે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. મેજા તેની સ્વ-શીર્ષક વાળી એથ્લેટિક ક્લોથિંગ બ્રાન્ડ એન્ડ્રિયા મેજા એક્ટિવવેરની પણ માલિકી ધરાવે છે.
ભારતીય સ્પર્ધક એડલાઇન કેસ્ટેલિનોએ શાનદાર રીતે LIVA Miss Diva 2020 ની સ્પર્ધા જીતીને તાજ પોતાના નામે કર્યું હતું. તે કલ્યાણકારી સંસ્થાઓ સાથે કામ કરે છે. સાથે જ પીસીઓએસ ફ્રી ઇન્ડિયા અભિયાનનો ચહેરો પણ છે. એડલિન કાસ્લિનો (એડલાઇન કેસ્ટેલિનો)નો જન્મ કુવૈતમાં થયો હતો પરંતુ તે 15 વર્ષની ઉંમરે ભારતમાં સ્થાયી થઇ હતી. એડલિન મહિલાઓ અને એલજીબીટી સમુદાય માટે પણ કામ કરે છે. જોકે તેણે ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું.