અરબી સમુદ્રમાં લક્ષ દ્વીપ પાસે સર્જાયેલું ડીપ ડિપ્રેસન વેરાવળથી 1060 કિમિ દૂર હોય અને તે ગુજરાત તરફ સિવિયર સાયકલોની સ્ટોર્મ બની ત્રાટકે તેવી સંભાવનાને પગલે પોરબંદર, વેરાવળ, માંગરોળ, જાફરાબાદ અને દ્વારકાના બંદર પર ચેતવણી આપતું 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 14 તારીખે સવારે 8:30 કલાકે લક્ષદીપ પાસે સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેસન હાલ વેરાવળથી 1060 કિમિ દૂર સાઉથ ઇસ્ટ તરફ કેન્દ્રિત થયું છે. જે નોર્થ વેસ્ટ ડાયરેક્શન તરફ આગળ વધી રહ્યું છે. એટલે આગામી 18 મી મે ના રોજ ગુજરાત કોસ્ટ પાસે પહોંચી આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં તારીખ 16મીથી જ હળવા કે મધ્યમ ઝાપટા – વરસાદ પડશે, તો 17મી તારીખે ગીર સોમનાથ જુનાગઢના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.તારીખ 18મીના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર જેમ કે, પોરબંદર, દેવભુમી દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે અને દરિયા કિનારે 120થી 150 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાઇ શકે છે. વાવાઝોડાનાં પગલે દરુિયાઇ સીમાવર્તી વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર 6 કલાકમાં વાવાઝો઼ડાની તીવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે.
તૌકતે વાવાઝોડુંના પગલે દ્વારકા, પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહીતના સૌરાષ્ટ્ર ભરના દરિયાકાંઠે ચેતવણીજનક એક નંબરનું સિગ્નલ લગવાયું છે અને માછીમારોને દરિયોના ખેડવા સૂચના અપાઈ છે. ફિશરિઝ અધિકારી અને બોટ એસોસિઅન ની અપીલ અને સૂચનાને પગલે મોટા ભાગની હોડીઓ બંદરે લગાવી દેવાઈ છે. ત્યારે અમુક હોડીઓ હજી પણ મધદરિયે છે. ત્યારે અનુભવી ટંડેલો પણ હવાની દિશા પારખીને પોતાની હોડીઓ પરત વાળી લેતા હોય છે.
ગીરસોમનાથમાં તૌકતે વાવાઝોડાના સંભવિત આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તમામ તાકાત કામે લગાવી છે. હાલમાં જિલ્લાના તમામ બંદરોમાં સમુદ્ર ની શાંત પરિસ્થિતિ છતાં તંત્રએ અગમચેતીના પગલાં લીધા છે.ગીરસોમનાથ જિલ્લામાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો નો દૌર શરૂ થયો છે સાથેજ વેરાવળ ની સમુદ્ર સીમામાં કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર મધ્યમાં જઇ માછીમારોને પરત ફરવા સંદેશ અપાયો છે.ગીરસોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ બંદર પર 2 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું છે. જેના પગલે વેરાવળ બંદર પર બોટો નો ખડકલો થયો છે. બંદર ની મોટાભાગની બોટ પર પરત ફરી છે. 70 જેટલી બોટ દરિયામાં હોય તેને પરત લાવવા તંત્ર કટિબદ્ધ બન્યું છે. જેના પગલે હજુ બોટોનો બંદર તરફ આવવાનો સિલસિલો શરૂ છે.
કોરોનાની મહામારીમાં તમામ દુર્ગમ પરિસ્થિતિમાં કોવિડ હોસ્પિટલો, અને આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓની સારવારમાં કોઈપણ અડચણ ન આવે તેના માટે તંત્ર દ્વારા તમામ હોસ્પિટલમાં રિઝર્વ પાવર સપ્લાય ની વ્યવસ્થા કરી રહ્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં લોકોના કોરોના ટેસ્ટ કરીને પોઝીટીવ દર્દીઓને અલગ તારવીને બાકીના લોકોને સાયક્લોન સેન્ટર અને શાળાઓમાં સ્થાનાંતર કરવા માટે પણ તંત્રએ તમામ વ્યવસ્થા હાથ ધરી છે.