Saturday, November 23, 2024

શું તમે પણ પરેશાન છો સ્તનની નીચે થતાં રેશિસથી ? તો આ ઘરેલુ ઉપચાર કરશે મદદ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સ્તનની નીચે રેશિસ થવા એ ખૂબ સામાન્ય સમસ્યા છે જેનો મોટાભાગની મહિલાઓ સામનો કરે છે. આ સમસ્યા ઉનાળામાં અથવા મોસમી એલર્જીને કારણે વધુ અકળાવે છે. ફોલ્લીઓ અથવા રેશિસ મહિલાઓને બ્રા પહેરવામાં મુશ્કેલી કરે છે અને ખંજવાળ અને બળતરા પણ રોજિંદા કામને અસર કરે છે. શું તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો? શું તમે તેનાથી છૂટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાય શોધી રહ્યા છો? તો વાંચો આ લેખ. આજે અમે તમને આ ફોલ્લીઓથી અને રેશિસથી છૂટકારો મેળવવા માટેના અસરકારક ઘરેલું ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.એ પહેલા તેના કારણો જાણીએ.

સ્તનની નીચે થતાં રેશિસ અને ફોલ્લીઓના કારણો

જો તમે તમારા સ્તનની નીચેની ત્વચામાં બળતરા અથવા લાલાશ જુઓ છો, તો તે કદાચ ફોલ્લીઓને કારણે છે. જોકે ઘણા પરિબળો સ્તનની નીચે ફોલ્લીઓ પેદા કરી શકે છે, પરંતુ સૌથી સામાન્ય કારણોમાંનું એક ગરમીના કારણે થતી ફોલ્લીઓ છે. અન્ય કારણો ચેપ, એલર્જી, ઓટોઇમ્યુન ડિસઓર્ડર વગેરે હોઈ શકે છે. જો તમારા લક્ષણો કોઈ ગંભીર તબીબી સ્થિતિ જેવા જ હોય, તો કોઈપણ જટિલતાઓને દૂર કરવા માટે તરત જ તમારા ડોક્ટર સાથે વાત કરો. પરંતુ જો ફોલ્લીઓ માઇક્રોબિયલ ચેપ અથવા એલર્જીને કારણે થાય છે, તો આ લેખમાં કેટલાક ઘરેલું ઉપચારો છે જે તમને મદદ કરશે.

સ્તનની નીચે થતી ફોલ્લીઓ અથવા રેશિસથી છૂટકારો મેળવવા માટેના ઘરેલું ઉપચાર

નાળિયેરનું તેલ

નાળિયેરના તેલમાં રહેલ એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેસિક ગુણધર્મો સ્તન નીચે થતાં રેશિસથી છૂટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

સામગ્રી

નાળિયેર તેલ – 1-2 ચમચી

ઉપયોગની પદ્ધતિ

તમારી હથેળીઓ પર તાજા નાળિયેર તેલને લગાવો અને તેને ફોલ્લીઓ પર અને રેશિસવાળી ત્વચા પર લગાવો.
જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી ઘસવાનું ચાલુ રાખો.
તમે દિવસમાં 1-2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

એલોવેરા

એલોવેરાના અર્કમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણનો ઉપયોગ સ્તનની નીચે ફોલ્લીઓ સાથે સંકળાયેલી ખંજવાળ અને સોજાને ઘટાડવા માટે કરી શકાય છે.

સામગ્રી

એલોવેરા જેલ – જરૂર મુજબ

ઉપયોગની પદ્ધતિ

એલોવેરાના પાનમાંથી જેલ કાઢી લો.
જેલને સારી રીતે મિક્સ કરો.
હવે તેને રેશિસવાળી અથવા ફોલ્લીઓ વાળી ત્વચા પર લગાવો.
તેને ૨૦-૩૦ મિનિટ માટે રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો.
તમે દિવસમાં 1-2 વખત આ કરી શકો છો.

હળદર


તમારા રસોડામાં રહેલ હળદર પણ ફોલ્લીઓ દૂર કરવામાં ખૂબ મદદરૂપ છે. તેમાં મુખ્ય ઘટક કરક્યુમિન છે. તેમાં એન્ટિ-ઓક્સિડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે જે સ્તનની નીચે થતી ફોલ્લીઓની સારવાર કરવામાં મદદ કરે છે.

સામગ્રી

હળદર પાવડર – 1-2 ચમચી
પાણી (જરૂરિયાત મુજબ)

ઉપયોગની પદ્ધતિ

એકથી બે ચમચી હળદર પાવડરમાં પાણીના થોડા ટીપાં નાખી મિક્સ કરો.
તેની જાડી પેસ્ટ બનાવવા માટે સારી રીતે મિક્સ કરો.
પેસ્ટને ફોલ્લીઓની ત્વચા પર લગાવો અને તેને ૧૫-૨૦ મિનિટ માટે છોડી દો.
ત્યારબાદ તેને પાણીથી સાફ કરો.
તમે તેનો ઉપયોગ દરરોજ અથવા દર બીજા દિવસે એકવાર કરી શકો છો.

નોંધ : આ લેખ માત્ર માહિતી માટે છે જેને તબીબી સલાહ તરીકે ન લેવી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર