આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ગુરુવારે ટેસ્ટ ટીમોનું નવીનતમ રેન્કિંગ જાહેર કર્યું છે. ભારતીય ટીમ આ યાદીમાં ટોચ પર છે જ્યારે ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા તેના સ્થાનથી એક સ્થાન નીચે સરકી ગયું છે. પાકિસ્તાનની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. આઇસીસીએ ગુરુવારે ટેસ્ટ ટીમોનું નવીનતમ રેન્કિંગ બહાર પાડ્યું હતું જેમાં પ્રથમ બે સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે ત્રીજા, ચોથા, છઠ્ઠા, સાતમા, આઠમા સ્થાનમાં ફેરફાર દર્શાવ્યો છે. ભારત ૧૨૧ પોઇન્ટ સાથે ટોચ પર છે. ભારતથી એક પોઈન્ટ ઓછા 120 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે છે. ત્રીજા સ્થાને પરિવર્તન જોવા મળ્યું છે. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ઓસ્ટ્રેલિયા ચોથા ક્રમે સરકી ગયું છે. તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની 2-0ની ટેસ્ટ શ્રેણી જીતનાર પાકિસ્તાન પાંચમા ક્રમે છે. તેની જગ્યામાં કોઈ ફેરફાર થયો નથી. વેસ્ટ ઈન્ડિઝે છટ્ઠો નંબર કબજે કર્યો છે. ટીમ બે સ્થાનના સુધારા સાથે અહીં પહોંચી છે. સાઉથ આફ્રિકા સાતમા ક્રમે છે, જે અગાઉ છઠ્ઠા ક્રમે હતું. શ્રીલંકા સાતમા નંબરથી નીચે સરકીને આઠમા ક્રમે આવી ગયું છે. બાંગ્લાદેશ 9મા ક્રમે છે જ્યારે ઝિમ્બાબ્વે છેલ્લે 10મા ક્રમે છે.