આજે ફરી સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૨થી ૨૫ પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં પણ ૨૪થી ૨૭ પૈસાનો વધારો થયો છે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ 92.05 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું હતું જ્યારે ડીઝલ 82.61 રૂપિયા પ્રતિ લીટરને સ્પર્શ્યું હતું. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૧.૨૭ રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે ડીઝલની કિંમત ૮૧.૭૩ રૂપિયા પ્રતિ લિટર હતી. મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.61 રૂપિયા અને ડીઝલની કિંમત 88.82 રૂપિયા પ્રતિ લીટર હતી.
જાણો મુખ્ય મહાનગરોમાં કિંમત કેટલી છે ?
આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં એક લિટર દીઠ પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે.
શહેર ડીઝલ પેટ્રોલ
દિલ્હી 82.61 92.05
મુંબઈ 89.75 98.36
કોલકાતા 85.45 92.16
ચેન્નાઈ 87.49 93.84
( પેટ્રોલ-ડીઝલની કિંમત રૂ.પ્રતિ લિટર છે. )
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. નવા દરો સવારે છથી અમલમાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ ભાવ લગભગ બમણો થઈ જાય છે. આ ધોરણોને આધારે ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલના દર અને ડીઝલના દર નક્કી કરે છે.