બંદર વિસ્તારમાં કોરોનાના કેસ હાલ એકપણ નથી પણ આજુબાજુ ના વિસ્તાર માં વધી રહેલા કોરોનાના કેસોને કારણે પટેલ તથા સમસ્ત માછીમાર સમાજના આગેવાનો દ્વારા તારીખ 15 સુધી સુત્રાપાડા બંદરમાં દુકાનો બંધ રહેશે,તમામ કામધંધા બંધ, ફિશીંગમાં ગયેલા તમામ લોકોને બોટ કાઠે લેવા અપીલ કરી અને 15 તારીખ સુધી બંદર સંપૂર્ણ પણે બંધ રહેશે અને જો એવું લાગશે તો આગળના દિવસોમાં પણ બંદર બંધ રાખવામાં આવશે,બંદર વિસ્તારમાં રહેતા તમામ માછીમાર સમાજ આ નિર્ણય ને પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છે,સાથે સાથે અત્યારે કોઈ કેશ નથી પણ જો કોઈને સામાન્ય લક્ષણ પણ અનુભવાય તો એમના માટે પણ સ્કૂલમાં આઇસોલેસન ની સુવિધા પણ અગાઉ કરી લેવામાં આવી છે જેથી તાત્કાલિક લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર થય શકે અને કોઈ ને બંદરની બહાર પણ ન જવું પડે
બંદર વિસ્તારમાં ઘણા લોકો ફિશીંગ માટે બાર જતા હોય અથવા આવતા હોઈ છે જેના કારણે સંક્રમણ વધવાનો ભય હોય છે માટે એ બાબતે લેવાયો આ નિર્ણય,બંદર વિસ્તારમાં તમામ લોકોને માસ્ક ફરજિયાત પહેરવા પણ અપીલ કરવામાં આવી.બંદરમાં આવવા જવાના તમામ રસ્તા ઓ સિલ કરી દેવાયા,બહારનો વ્યક્તિ અંદર નહિ અને અંદરનો વ્યક્તિ બહાર નહિ ત્યારે તમામ રસ્તાઓ પર માછીમાર સમાજના લોકો પણ ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને તમામ રસ્તા પર માછીમાર સમાજના લોકોને ઉભા રાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ બંદર વિસ્તારમાં પ્રવેશ ના કરી શકે અને અત્યંત કામ માટે કોઈ બહાર ગયું હોય અથવા અંદર આવ્યું હોય તો બહાર બેઠેલા માછીમાર સમાજના આગેવાનો દ્વારા સેનેટાઇઝ કરીને અંદર પ્રવેશ આપે છે.