આસામમાં ભાજપની ચૂંટણીમા મળેલી જીતના એક સપ્તાહ બાદ હિમંતા બિસ્વા સરમાએ સોમવારે રાજ્યના 15માં મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. તેમને રાજયપાલ જગદીશ મુખીએ શપથ અપાવ્યા હતા. નવા મુખ્યમંત્રીપદ સંભાળ્યા બાદ તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ પ્રસંગે મળેલી શુભકામનાઓ અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. નવા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે રાજ્યની કમાન સંભાળ્યા બાદ ઉલ્ફાના કમાન્ડર ઇન ચીફ પરેશ બરુઆને શાંતિ મંત્રણા માટે સૌ પ્રથમ વિનંતી કરી હતી. આ પહેલા રવિવારે હિમંતા સર્વસમ્મતિથી ભાજપ અને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. સરમાની સાથે સાથે કેટલાક મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. સરમાએ સર્વસંમતિથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી તેમના સંબોધનમાં સરમાએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સોનોવાલ અને પાર્ટીના અન્ય નેતાઓના આભારી છે જેમણે તેમને રાજ્યની જનતાની સેવા કરવાની તક આપી. સરમા સતત પાંચમી વખત જલુકબાડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં TMCએ 213 બેઠકો પર ભારે જીતી મેળવી છે. જ્યારે, ભાજપે 77 બેઠકો જીતી હતી.