ભારત સહિત સમગ્ર વિશ્વ હાલ કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે. કોરોના સંક્ર્મણના ફેલાવાને રોકવા માટે ઘણા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન અને આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે અને લોકો તેનું કડક પાલન કરી રહ્યા છે. કેટલાક લોકો એવા છે કે જેઓ તેનું ઉલ્લંઘન કરવામાં શરમ અનુભવતા નથી, હૈદરાબાદમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યારે લોકો તેમના ઘરેથી નીકળીને શુક્રવારની નમાઝ પઢવા માટે મસ્જિદ પહોંચ્યા હતા.
રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે નમાઝ પઢવા માટે મુસ્લિમો હૈદરાબાદના ચારમિનાર નજીક મક્કા મસ્જિદમાં એકઠા થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ પણે 100થી વધુ મુસ્લિમો મસ્જિદની બહાર નમાઝ પઢતા જોવા મળે છે, જેમાંથી ઘણાને માસ્ક પહેરવાનું યોગ્ય લાગતું ન હતું અને સામાજિક ડિસ્ટન્સિંગની કાળજી લેવામાં આવી ન હતી. લોકો એકબીજાની નજીક બેઠા છે અને નમાઝ વાંચતા નજરે પડી રહયા છે. ઉલ્લેખનીય છે કે તેલંગણા સરકારે કોરોના સંક્ર્મણ ઘટાડવા માટે તમામ સામાજિક, રાજકીય અને ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધો લાદ્યા છે. તેમ છતાં કેટલાક લોકો સરકારના આદેશનો ભંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેલંગણામાં છેલ્લા કેટલાક સમયથી લગભગ 6,000 નવા કેસ નોંધાયા છે, જેમાં એકલા હૈદરાબાદમાં જ 1,000થી વધુ કેસ નો સમાવેશ થાય છે. તેલંગાણા સરકાર દ્વારા રાજ્યમાં કોરોના પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે. સંખ્યાબંધ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ૨૦ થી વધુ લોકોને કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવા પર પ્રતિબંધ છે. આમ છતાં મસ્જિદમાં નમાઝ માટે ભીડ જોવા મળી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.