કોચલીન ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાંની એક છે જે નિખાલસતાથી બોલવામાં શરમ અનુભવતી નથી. કલ્કીએ પોતાની કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે તેના વ્યાવસાયિક જીવન કરતા તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહી છે. કલ્કી ગયા વર્ષે ૭ ફેબ્રુઆરીએ એક સુંદર પુત્રીની માતા બની હતી. આ પુત્રી તેની અને તેના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગની છે. કલ્કીએ ફરી એકવાર તેના ગર્ભાવસ્થાના દિવસોને યાદ કરતી વખતે ઘણી બધી બાબતો જાહેર કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ થાય છે પરંતુ તેની ચર્ચા કરવામાં આવી નથી. એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા કલ્કીએ કહ્યું હતું કે, “હું મારા ગર્ભાવસ્થાના દિવસોને જીવનની યાદગાર યાદો તરીકે જોતી નથી, પરંતુ તે એક નાનકડી નવી શરૂઆત છે. મેં તે એટલા માટે કહ્યું છે કારણ કે મેં જોયું છે કે એવા ઘણા ઓછા લોકો છે જે ગર્ભાવસ્થા દરમિયાન થતી મુશ્કેલીઓ વિશે ખુલ્લેઆમ વાત કરે છે. આપણે ફક્ત સાંભળીએ છીએ કે તે ખૂબ જ સુખદ અનુભવ છે. તે ચોક્કસપણે એક સુખદ અનુભવ છે, પરંતુ ગર્ભવતી સ્ત્રીએ પણ આ સમય દરમિયાન શારીરિક અને માનસિક ફેરફારો જોવા પડે છે. લોકો એવું વિચારે છે કે જો તમે માતા બનવાના તમારા કડવા અનુભવો શેર કરો છો, તો તે તમને તમારા બાળકથી દૂર કરી દે છે. ‘ કલ્કીએ ઉમેર્યું, “જ્યારે શરૂઆતમાં થતી ઊલટીને કારણે હું ખરાબ સ્થિતિમાં હતી ત્યારે અચાનક, જાણે કે મેં મારી બધી ઊર્જા ગુમાવી દીધી હોય. તે સમય દરમિયાન હું કંઈ પણ કરી શકતી ન હતી અને વિચારવા માટે પણ સક્ષમ ન હતી. હું મારા શરીરથી પણ ચિડાઈ ગઈ હતી. કારણ કે તે હંમેશાં એકદમ થકવી નાખે તેવી સ્થિતિ હતી. હું મારી સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકતી નહીં.’ કલ્કીએ આ જ ઇન્સ્ટરવ્યૂમાં ડિપ્રેશન વિશે પણ વાત કરી હતી.તેમણે હતું કે , “હું પ્રસૂતિ પછી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી, આવું ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ દર બે કલાકે જાગે છે, દરરોજ રાત્રે અને આખો દિવસ જાગે છે, તેને આ ડિપ્રેશન થાય છે. ઊંઘનો અભાવ ત્રાસના સ્વરૂપમાં છે.તે કેટલું મુશ્કેલ છે તે વિશે લોકો વાત નથી કહેતા.’