Sunday, November 24, 2024

ફિલ્મ ‘Drishyam 2’ ના પ્રોડ્યુસર કુમાર મંગત વિરુદ્ધ કેસ દાખલ, જાણો શું છે સમગ્ર મામલો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અજય દેવગનની આગામી ફિલ્મ ‘દ્રશ્યમ 2’નું શૂટિંગ હજુ શરૂ થયું નથી જ્યારે આ ફિલ્મ કાનૂની ગૂંચમાં ફસાઈ ચૂકી છે. ‘દ્રશ્યમ’ (હિન્દી)ની સહ-નિર્માતા કંપની વાયકોમ 18 મોશન પિક્ચરે નિર્માતા મંગત કુમાર સામે કેસ દાખલ કર્યો છે. કંપનીનું કહેવું છે કે ‘દ્રશ્યમ’નું નિર્માણ વાયકોમ 18, પૈનોરમા સ્ટુડિયો અને કુમાર મંગતે કર્યું હતું તો તેઓ ‘દ્રશ્યમ 2’ના રાઇટ્સ માત્ર પૈનોરમા સ્ટુડિયોને કેવી રીતે આપી શકે? કંપનીનું કહેવું છે કે ફિલ્મના રાઇટ્સ એકલા કુમાર મંગત સાથે નથી. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “વાયકોમ 18એ કુમાર મંગત સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ આ રીતે પ્રોજેક્ટને તેમનાથી અલગ કરી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ એકલા જ બીજા કોઈની સાથે ‘દ્રશ્યમ 2′ બનાવી શકતા નથી. તેથી કંપનીએ નિર્માતા સામે કેસ નોંધ્યો છે. આ મામલો ટૂંક સમયમાં પ્રથમ સુનાવણી માટે આવશે’. જણાવી દઈએ કે ૨૦૧૫ માં રિલીઝ થયેલી હિન્દી રિમેક ‘દ્રશ્યમ’ દિવંગત દિગ્દર્શક નિશિકાંત કામતે કરી હતી. તેનું નિર્માણ અભિષેક પાઠકની પ્રોડક્શન કંપની પૈનોરમા સ્ટુડિયોઝ ઇન્ટરનેશનલ અને વાયકોમ 18 દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં ફિલ્મના નિર્માતાએ જાહેરાત કરી હતી કે પૈનોરમા સ્ટુડિયોએ ‘દ્રશ્યમ ૨’ની હિન્દી રિમેકના સત્તાવાર રાઇટ્સ ખરીદ્યા છે. જે બાદ વાયકોમ 18એ આ પગલું ભર્યું છે.જણાવી દઈએ કે શ્રેયા સરન, તબ્બુ અને ઇશિતા દત્તા 2015માં આવેલી હિન્દી રિમેક ‘દ્રશ્યમ’માં અભિનેતા અજય દેવગણ સાથે લીડ રોલમાં જોવા મળ્યા હતા. હાલ અજય દેવગણ સિવાય અન્ય કોઈને ‘દ્રશ્યમ 2’માં કાસ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી નથી. હિન્દી ફિલ્મ ‘દ્રશ્યમ’નું દિગ્દર્શન દિગ્દર્શક નિશિકાંત કામતે કર્યું હતું પરંતુ ગયા વર્ષે ૧૭ ઓગસ્ટે ગંભીર બીમારીને કારણે હૈદરાબાદની હોસ્પિટલમાં તેનું નિધન થયું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર