Sunday, November 24, 2024

શું તમે Bluetooth ના નામ પાછળની આ વાત જાણો છો, તમને જાણીને આશ્ચર્ય થશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તમે સ્માર્ટફોન અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરો છો, તો તે વાજબી છે કે તમે બ્લુટુથનું નામ સાંભળ્યું હશે. બ્લૂટૂથની મદદથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને વાયરલેસ રીતે જોડી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, બ્લુટુથ બે ઉપકરણોને જોડે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઉપકરણને જોડતી તકનીકને બ્લુટુથ કેમ નામ આપવામાં આવ્યું છે? જો નહીં, તો આજે અમે તમને બ્લુટુથના નામ પાછળની વાત કહેવા જઈ રહ્યા છીએ.

બ્લુટુથનું નામ ડેનમાર્કના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

બ્લુટુથના નામ પાછળની વાર્તા ટેક્નોલોજીની નહીં, પરંતુ રાજકારણની છે. બ્લુટુથનું નામજિમ કાર્ડાચે ( Jim Kardach ) રાખ્યું હતું, જે બ્લુટુથની રચના કરનારી ટીમનો ભાગ હતો.Jim Kardach ના જણાવ્યા અનુસાર, બ્લુટુથનું નામ ડેનમાર્કની 10મી સદીના રાજા King Harald Bluetoothના નામ પરથી લેવામાં આવ્યું છે.જણાવી દઈએ કે રાજા હરાલ્ડ ઘણા રાજ્યોને જોડવા માટે જાણીતા હતા. તેઓએ ડેન્માર્ક, નોર્વે અને સ્વીડનને ભેગા કરીને સ્કેન્ડેનેવિયા રાજ્ય બનાવ્યું હતું. સરદાર પટેલે ભારતમાં પણ આવું જ કંઈક કર્યું. જેમ બ્લુટુથ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને જોડે છે, તેમ કિંગ હરાલ્ડ બ્લુટુથએ રાજ્યોને જોડયા હતા. આ કારણે જિમ કર્ડાચે તેને બ્લૂટૂથ નામ આપ્યું. જોકે, કેટલાક કહે છે કે રાજા હરાલ્ડના નામે બ્લુટુથ ઉમેરવાનું એક વિશેષ કારણ હતું, કારણ કે રાજા હરાલ્ડનો એક દાંત સંપૂર્ણપણે ડેડ થઇ ગયો હતો, જેના કારણે તે વાદળી દેખાતો હતો. પરિણામે રાજા હરાલ્ડના નામે બ્લૂટૂથ ઉમેરવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર