ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન હાલ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના અધિકારીઓની બેઠક થોડા સમય પહેલા સમાપ્ત થઇ. આઇપીએલ મુલતવી રાખવામાં આવ્યો, આજની મેચ પણ રમાશે નહીં. બાકીનો નિર્ણય આવતા અઠવાડિયે લેવામાં આવશે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ માહિતી આપી છે કે આ સિઝન માટે ટુર્નામેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્લાએ મંગળવારે બપોરે જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોનાના સતત વધતા કેસો વચ્ચે બોર્ડે આ કડક નિર્ણય લીધો છે. આ સિઝનની આઇપીએલ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર સોમવારે કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ત્યારબાદ 3 મે, સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ મંગળવારે સવારે મુલતવી રાખવામાં આવી હોવાના અહેવાલ આવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકિપર રિદ્ધિમાન સાહા મંગળવારે સાંજની મેચ પહેલા કોરોના પોઝિટિવ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી કેપિટલ્સના બોલર અમિત મિશ્રાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.