વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. બિલ ગેટ્સ અને તેની પત્ની મેલિન્ડા ગેટ્સે તેમના 27 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યા બાદ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. બંને દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના વૈવાહિક સંબંધોનો અંત લાવી રહ્યા છે અને તેમના જીવનના આગામી તબક્કામાં તેઓ સાથે રહી શકશે નહિ.
બિલ ગેટ્સ અને મેલિન્ડાએ આ અંગે સંયુક્ત નિવેદન જારી કર્યું છે. બિલ ગેટ્સે ટ્વિટર પર નિવેદન શેર કર્યું હતું કે લાંબી વાતચીત અને અમારા સંબંધો પર કામ કર્યા બાદ અમે અમારા લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. જોકે બંને અલગ થઈને જોડાયેલા રહેશે ત્યારે પણ તેમની વચ્ચે કડી રહેશે. વાસ્તવમાં બંનેએ એવી પણ જાહેરાત કરી છે કે તેઓ છૂટાછેડા બાદ પણ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. બંનેએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી નિવેદન જારી કર્યું છે. ટ્વીટમાં લખ્યું હતું: “અમારા સંબંધો વિશે ખૂબ વિચારકર્યા પછી અને તેને જાળવવાનો પ્રયાસ કર્યા પછી, અમે અમારા લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં 27 વર્ષમાં અમે ત્રણ શાનદાર બાળકોને ઉછેર્યા છે અને એક પાયો બનાવ્યો છે જે વિશ્વભરના લોકોને તંદુરસ્ત અને ફાયદાકારક જીવન આપી શકે. અમે આ ફાઉન્ડેશન માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું, પરંતુ પતિ-પત્ની તરીકે અમે જીવનના આગલા તબક્કામાં જીવી શકતા નથી. અમે એક નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ, તેથી લોકો અમારા પરિવાર માટે સ્પેસ અને ગોપનીયતા જાળવશે તેવી અપેક્ષા છે.’ બિલ ગેટ્સ અને મેલિન્ડાએ ૧૯૯૪ માં લગ્ન કર્યા હતા. જોકે, તેઓ પહેલી વાર 1987માં મળ્યા હતા. 27 વર્ષ સુધી ચાલ્યા આ લાંબા સાથના અંતના સમાચારથી લોકો પણ આશ્ચર્યચકિત છે. બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક છે. તે પોતાના સામાજિક કાર્ય માટે પણ જાણીતા છે.