Friday, November 22, 2024

બંગાળ: મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક ગુમાવી, હવે કેવી રીતે બનશે સીએમ, જાણો શું છે નિયમ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પશ્ચિમ બંગાળની ચૂંટણી લડાઈ હવે અટકી ગઈ છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં રાજનીતિનો ભારે ખેલ જામ્યો હતો. ભાજપની રણનીતિ અટકી ગઈ હતી અને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ ફરી એકવાર બહુમત સાથે સત્તામાં પાછી ફરી.પરંતુ ટીએમસી ના વડા મમતા બેનર્જી નંદીગ્રામ વિધાનસભા બેઠક હારી ગયા હતા. દરેકના મનમાં સવાલ એ છે કે હવે તે કેવી રીતે મુખ્યમંત્રી બનશે. અમે તમને જણાવીએ કે ચૂંટણી હારવા છતાં મુખ્યમંત્રી કેવી રીતે બનાય છે, શું છે નિયમ…

બંગાળમાં નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી મમતા બેનર્જી સામે પૂર્વ સાથી અને ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી મેદાનમાં હતા. સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 1957 મતોથી હરાવ્યા હતા. મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા પરંતુ તેમની પાર્ટી રાજ્યમાં ત્રીજી વખત બહુમતી સાથે સત્તામાં પાછી ફરી છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની રચના કેવી રીતે થશે અને ત્યાંની સત્તા કેવી રીતે સંભાળશે તે અંગે લોકોના મનમાં એક પ્રશ્ન છે.

હારીને પણ સીએમ બની શકે છે, આ નિયમ છે
મુખ્યમંત્રી બનવા માટે, વ્યક્તિએ વિધાનસભા અથવા વિધાન પરિષદ (જે રાજ્યોમાં બે ગૃહો છે) માંથી કોઈ એકનો સભ્ય હોવો જોઈએ. જો વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય ન હોય તો શપથ લીધાના છ મહિનાની અંદર સભ્ય બનવું જરૂરી છે. નિયમો અનુસાર મુખ્યમંત્રી તરીકેના હોદ્દાના શપથ ધારાસભ્ય રહ્યા વિના લઈ શકાય છે. ત્યારબાદ મુખ્યમંત્રીને છ મહિના મળે છે. આ નિર્ધારિત સમયમર્યાદામાં, તેમના માટે વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું ફરજિયાત છે. જો એવું નહીં થાય તો મુખ્યમંત્રીએ પદ છોડવું પડશે.

આ એવા નેતાઓ છે જે ધારાસભ્ય વિના મુખ્યમંત્રી બન્યા છે.

મુખ્યમંત્રી બનનાર નેતા             રાજ્ય

ઉદ્ધવ ઠાકરે                            મહારાષ્ટ્ર
લાલુપ્રસાદ યાદવ                     બિહાર
યોગી આદિત્યનાથ                    ઉત્તરપ્રદેશ
નીતીશ કુમાર                          બિહાર
રાબડી દેવી                            બિહાર
કમલનાથ                              મધ્યપ્રદેશ
તીરથ સિંહ રાવત                     ઉત્તરાખંડ

જણાવી દઈએ કે મમતા બેનર્જી સખત હરીફાઈમાં સુવેન્દુ અધિકારી સામે ૧૯૫૭ મતોથી હારી ગયા હતા. તેણે તેની હાર સ્વીકારી. પરંતુ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને પહેલા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને બાદમાં દબાણહેઠળ ચૂંટણી પંચે આ નિર્ણય ફેરવી નાખ્યો હતો. બંગાળમાં ટીએમસીની જીત બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે નંદીગ્રામની ચિંતા ન કરો. નંદીગ્રામના લોકો જે પણ આદેશ આપે છે તે હું સ્વીકારું છું. મને વાંધો નથી. અમે ૨૨૧ થી વધુ બેઠકો જીતી હતી અને ભાજપ ચૂંટણી હારી ગઈ હતી. હું જનાદેશ સ્વીકારું છું, પરંતુ હું કોર્ટમાં જઈશ કારણ કે મને ખબર છે કે પરિણામો જાહેર થયા પછી થોડી હેરાફેરી કરવામાં આવી હતી અને હું તેનો ખુલાસો કરીશ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર