તમને શંકા હોય કે તમારા નામે કોઈ બીજી વ્યક્તિ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એ જાણવાનો એક રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ કે શું તમારા નામે કોઈ બીજું મોબાઇલ નંબર ચલાવી રહ્યું છે કે નહિ ? ચાલો જાણીએ…
વાસ્તવમાં, દૂરસંચાર વિભાગે સ્પેમ અને છેતરપિંડીના કોલને રોકવા માટે એક tafcop.dgtelecom.gov.in પોર્ટલ શરૂ કર્યું છે. આ દ્વારા તમે જાણી શકો છો કે તમારા નામે તમારો મોબાઇલ નંબર કોણ વાપરી રહ્યું છે. આ અંગે તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો.
આવી રીતે જાણો.
તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તે શોધવા માટે સૌ પ્રથમ tafcop.dgtelecom.gov.in વેબસાઇટની મુલાકાત લો. અહીં તમારો મોબાઇલ નંબર દાખલ કરો. હવે તમારી પાસે ઓટીપી આવશે, તેને તેમાં દાખલ કરો. આમ કરવાથી એક સૂચિ બહાર આવશે, જેમાં તે બધા નંબર હશે જે તમારા નામે એક્ટિવ હશે. તે લિસ્ટમાં તમે તમારા હિસાબથી કોઈપણ નંબરને રિપોર્ટ કરી શકો છો.
નોંધ: તમારી માહિતી માટે,જણાવી દઈએ કે દૂરસંચારનું આ પોર્ટલ કેટલાક વર્તુળોમાં ઉપલબ્ધ છે. આ પોર્ટલ ટૂંક સમયમાં દેશના તમામ વર્તુળોમાં શરૂ થવાની સંભાવના છે.