ભરૂચશહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલફર હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે અચાનક હોસ્પિટલના આઈ સી યુ વોર્ડ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી,પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ ના કારણે આ આગ લાગી હોવાનુ માનવામાં આવી રહ્યું છે, કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના પગલે દર્દીઓના સ્વજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા અને સમગ્ર ઘટનામાં દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી,આગ લાગ્યા ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગને થતા ફાયરવિભાગની ની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી,સાથે જ આગ ઉપર પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી, પ્રાથમિક જાણકારી મુજબ પટેલ વેલફર હોસ્પિટલ ના આઈ સી યુ વિભાગમાં ઘટના સમયે હોસ્પિટલ માં 58 જેટલા લોકો દાખલ હતા,જેમાંથી 14 જેટલા દર્દીઓ અને 2 હોસ્પિટલ સ્ટાફ ના કર્મચારીઓના મોત નિપજ્યા છે,જ્યારે ઘટનામાં ઘાયલ અનેક લોકોને ભરૂચ જિલ્લા ની વિવિધ હોસ્પિટલમાં રેસ્ક્યુ કામગીરી હાથધરી વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ઘટનાના પગલે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ,નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ,તો બીજી તરફ દુર્ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા એસ.પી સહિતના અધિકારીઓ તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા, મહત્વનું છે કે એક તરફ કોરોના મહામારી ભરૂચ જિલ્લામાં બેકાબૂ બની છે,રોજ ના અનેક પોઝીટિવ કેસો જિલ્લામાં સામે આવી રહ્યા છે,તો કોવિડ પ્રોટોકોલ આધીન સ્મશાન અને કબ્રસ્તાનમાં પણ અનેક મૃતદેહ પહોંચી રહ્યા છે,તે વચ્ચે અચાનક સર્જાયેલ આ પ્રકારની કરુણ ઘટનાના પગલે લોકોમાં ગમગીની ભર્યો માહોલ છવાયો છે.