Monday, November 25, 2024

રાજકોટમાં નિ:શુલ્ક કોવીડ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટમાં કોરોના મહામારીનાં કારણે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ બેડ, ઓકસીજન બેડ, મેડીકલ સેવાઓ મળવાની મુશ્કેલ બનતી જાય છે. આ સમયમાં જે કાર્ય સરકાર-તંત્ર કે રાજકીય નેતાઓએ કરવુ જોઇએ તે શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ, ડોકટર્સ, શિક્ષણવિદ, ધાર્મિક સંસ્થા અલગ-અલગ એસોસીએશનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.શહેરની નામાંકીત કંપનીઓ દ્વારા થોડા જ સમયમાં હવે શરૂ થશે ‘રોલેક્ષ એસ.એન.કે. કોવિડ સેન્ટર’ રાજકોટની સૌથી મોટી પ્રાઇવેટ શાળામાં બની રહી છે સૌથી મોટી પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ. પ્રથમ તબક્કે આ મહિનાના અંત સુધીમાં 200 ઓકસીજન બેડ શરૂ કરાશે. ત્યારબાદ 500 સુધી કરાશે અને સૌથી મહત્વની વાત એ છે કે દર્દી માટે તમામ મેડીકલ ખર્ચ નિ:શુલ્ક રહેશે. દર્દી એક વખત દાખલ થશે ત્યારબાદ પ્રાઇમરી હેલ્થકેર સુવિધાઓનો ખર્ચ નહી રહે. લોકોને દાખલ થવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ તમામ તૈયારીઓ થઇ રહી છે ત્યારે જે લોકો આ સેવાયજ્ઞમાં ભાગ લેવા માંગે તે 6358845685 પર વોટસએપ કરી શકશે.આ સેવાયજ્ઞનાં સહભાગી કિરણભાઇ પટેલ, અમરભાઇ પટેલ (એસ.એન.કે.ગ્રુપ), પરેશ ગજેરા, અમિત રાજા, ધ્રુવીક પટેલ (રાજકોટ બિલ્ડર્સ એસો.), પૂ.અપૂર્વમુનિ સ્વામી તથા સંતો-હરિભકતો (બીએપીએસ), રમેશભાઇ ટીલારા, યશ રાઠોડ, પરાક્રમસિંહ જાડેજા, એચ.સી.જી. હોસ્પિટલ, દર્શન નંદાણી (ટી-પોટસ), પરિન નંદાણી (પરિન ફર્નિચર), મનીષ માડેકા (રોલેક્ષ રીંગ્સ), વિનસભાઇ પટેલ (ઓર્બિટ બેરીંગ), બિપીન હદવાણી (ગોપાલ નમકીન), પરેશ વાસાણી.

રોલેક્ષ એસ.એન.કે. કોવિડ કેર સેન્ટરની વિશેષ માહિતી :-

– રાજકોટની જાણીતી કંપની રોલેક્ષ રીંગ્સ દ્વારા માતબર રકમનું દાન કરવામાં આવ્યું છે
– ઓર્બિટ બેરીંગ અને ગોપાલ નમકીન કંપની દ્વારા ઓકસીજન પ્લાન્ટ અપાયો, સ્થળ પર ઉત્પાદન થશે. આ ઉપરાંત     બે ટેન્ક પણ રખાશે.
– કલાસરૂમને હોસ્પિટલ રૂમમાં ફેરવાયા, એક કલાસરૂમમાં 7-8 દર્દીઓ રહેશે. દર 40 દર્દીઓ વચ્ચે 10 ટોઇલેટ           સુવિધા ઉપલબ્ધ
– કોવિડ હોસ્પિટલમાં 500 બેડ ઉભા કરવાની ગણતરી, હાલ 200 બેડથી શરૂઆત કરાશે. જે તમામ ઓકસીજન બેડ    હશે. 30 આઇસીયુ બેડ પણ ઉભા કરાશે. જેમાં ધમણ વેન્ટીલેટર હશે.
– પરિન ફર્નિચર દ્વારા હોસ્પિટલ બેડ, સહિતનું ઇન્ફ્રાસ્ટ્રકચર પુરૂ પડાયું
– બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભોજન અને ટી-પોસ્ટ દ્વારા સવાર-સાંજનો ચા-નાસ્તો અપાશે.
– વોટસએપ-ડીજીટીલ માઘ્યમથી કોરોના પેશન્ટના દસ્તાવેજો મોકલી રજીસ્ટર કરાવ્યા બાદ એડમીશન મળશે.

 

સંચાલકો દ્વારા સત્તાવાર જાહેરાત કરી કોવિડ હોસ્પિટલ ખુલ્લી મુકાઇ તે પહેલા એસ.એન.કે. સ્કુલ પહોંચી ઇન્કવાયરી ન કરવા અપીલ. સેવાયજ્ઞમાં તમે પણ અનુદાન આપી સહભાગી બની શકો છો. 80 જી ઇન્કમટેકસ હેઠળ ડોનેશન થઇ શકશે. દર્દીઓને મળતી શ્રેષ્ઠ તથા નિ:શુલ્ક સેવામાં તમે પણ જોડાય શકો છો. 6358845685 પર વોટસએપ કરી ડોનેશન દઇ શકો છો.ધી ગેલેક્ષી એજયુકેશન સિસ્ટમ હેઠળ એસ.એન.કે. સ્કુલનાં મેઇન કેમ્પસમાં 200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ થવા જઇ રહી છે. જે આગળ જતાં 500 સુધી કરાશે. શાળાનં માળખું હોસ્પિટલથી અલગ હોય, તેથી ટી.જી.ઇ.એસ.નાં સંચાલકે એચ.સી.જી. અને સાથી લોકોને કહ્યું કે હોસ્પિટલની જરૂરીયાત પ્રમાણે, કોરોના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે અનુસાર શાળાનાં બિલ્ડીંગમાં જે ફેરફાર કરવા પડે તે તાત્કાલીક કરીએ, કલાસરૂમમાં ઓકિસજનની પાઇપ લાઇન ફીટ કરવા માટે પણ પોતાના કોન્ટ્રાકટરને બોલાવી એચ.સી.જી. હોસ્પિટલ સાથે સંકલન કરવા જણાવ્યું અને તાત્કાલીક યુઘ્ધનાં ધોરણે કામ પુરૂ કરવા કહ્યું. જેથી તરત દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ થઇ શકે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર