મોટાભાગના લોકો જાણતા નથી કે બાળકોને પણ આધારકાર્ડની જરૂર હોય છે. જો તમારું બાળક 5 વર્ષ કરતા નાનું છે, તો તમારે પણ તેના માટે આધારકાર્ડ મેળવવું પડશે. આ એક વાદળી રંગનું કાર્ડ છે, જેને બાલ આધાર કાર્ડ કહેવામાં આવે છે. જ્યારે બાળક 5 વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે આ કાર્ડ અમાન્ય થઈ જશે. કાર્ડ અમાન્ય થયા પછી, બાળકને ફરીથી એક નવું આધારકાર્ડ મેળવવું પડશે, જેના માટે બાયોમેટ્રિક અપડેટશન કરવું પડશે.
બાળ આધાર કાર્ડ પર બાળકનું બાયોમેટ્રિક અથવા આઇરિશ સ્કેન કરવામાં આવશે નહીં. કારણ કે નાના બાળકોમાં બાયોમેટ્રિક ડેવલપમેન્ટ નથી હોતું, તેના બદલે બાળકના માતાપિતાના દસ્તાવેજો લગાવવામાં આવશે. બાલ આધારકાર્ડ માટે અરજદારો ભારતના રહેવાસી હોવા જોઈએ અને તેની ઉંમર 5 વર્ષથી ઓછી હોવી જોઈએ.
દસ્તાવેજ
બાળ આધારકાર્ડમાં બાળકનું જન્મ પ્રમાણપત્ર, માતાપિતાના આધારકાર્ડ, મોબાઇલ નંબર, સરનામાંનો પુરાવો અને બાળકના પાસપોર્ટ સાઇઝ ફોટાની જરૂર રહેશે.
આવી રીતે એપોઇન્મેન્ટ બુક કરો.
સૌ પ્રથમ, અરજદારે UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. અહીં, હોમ પેજ પર ‘Get AAdhaar’ પરથી ‘બુક એપોઇન્ટમેન્ટ’ પર ક્લિક કરો. પેજ ખુલ્લે પછી, તમારે તમારું રાજ્ય, જિલ્લા અને આધાર કેન્દ્ર પસંદ કરવું પડશે અને તમારી એપોઇન્મેન્ટ બુક કરવી પડશે. આ પછી તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરીને અને ઓટીપી દાખલ કરીને એપોઇન્ટમેન્ટની તારીખ બુક કરવાની રહેશે.
એપ્લિકેશન પ્રક્રિયા
તમારે તમારા પોતાના અને બાળકના દસ્તાવેજો તમારા નજીકના આધાર કેન્દ્ર પર લાવવા પડશે. અહીં તમારે નોંધણી ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં, તમારે બાળકનું નામ, માતાપિતાનો આધાર નંબર અને અન્ય માહિતી આપવી પડશે. હવે તમારે બાળકનું જન્મ પ્રમાણપત્ર અને માતાપિતામાંથી એકનો આધાર નંબર કેન્દ્રને આપવો પડશે. બાળકનું આધાર કાર્ડ મેળવવા માટે, તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને બાળકનો ફોટો આપો. તમને એસએમએસ દ્વારા પુષ્ટિ થયા પછી 60 થી 90 દિવસની અંદર બાળકનો આધાર નંબર મળશે. બાળ આધારકાર્ડ બનાવવા માટે કોઈ ફી નથી.