Sunday, November 24, 2024

સંકટનો સમય: ફ્રાન્સ, બ્રિટન અને ચીન સહીત આ દેશએ પણ ભારતને મદદ કરવા માટેનો ભરોસો આપ્યો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને મદદ કરવા ઘણા દેશો આગળ આવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ કહ્યું છે કે મુશ્કેલીની આ ઘડીમાં ફ્રાન્સ ચોક્કસપણે ભારતની સાથે ઉભું છે, અમે ભારતને ટેકો આપવા તૈયાર છીએ. જો કે, ફ્રાન્સે સાવચેતીપૂર્વક ભારતથી તેમના દેશમાં જતા લોકોને10 દિવસ ક્વૉરેન્ટાઇન માટેનો આદેશ આપ્યો છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂતએ રાષ્ટ્રપતિના સંદેશને ટ્વિટ કરીને કહ્યું કે, હું કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતના લોકોને એકતાનો સંદેશ મોકલવા માંગું છું. આ રોગચાળાએ કઈ છોડ્યું નથી. અમે તમને મદદ કરવા તૈયાર છીએ. તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક દિવસોથી એક દિવસમાં સતત ત્રણ લાખથી વધુ સંક્રમિત કેસ નોંધાયા છે.

બ્રિટનએ મદદ માટે ભરોસો આપ્યો.
સંકટ સમયે બ્રિટને પણ ભારતને મદદની ઓફર કરી છે. વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને કહ્યું કે તેઓ ભારતને મદદ કરવાના માર્ગો શોધી રહ્યા છે જ્યાં કોરોના વાયરસનું સંક્ર્મણ ખરાબ રીતે ફેલાયું છે.

ચીને પણ ભારતને તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર
ભારતને સંક્રમણથી પહોંચી વળવા ચીનએ જરૂરી સમર્થન અને સહાય પ્રદાન કરવાની પણ ઓફર કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે કોવિડ -19 મહામારી માનવતા માટે શત્રુ છે, જેનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય એકતા અને પરસ્પર સમર્થનની જરૂર છે. ચીન રોગચાળાને કાબૂમાં લેવા ભારતને તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે.

અમેરિકન ધારાશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી, મદદ માટે હાકલ કરી.
યુ.એસ. ના અનેક ધારાસભ્યોએ ભારતમાં કોવિડ 19ના કેસોમાં અભૂતપૂર્વ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ભારતને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે બાયડેન વહીવટને વિનંતી કરી છે. ડેમોક્રેટિક સાંસદ એડવર્ડ માર્કેએ કહ્યું કે, અમારી પાસે જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટેનાં બધાં સંસાધનો છે અને તે આપણી નૈતિક જવાબદારી પણ છે. ગૃહ વિદેશી બાબતો સમિતિના અધ્યક્ષ, સાંસદ ગ્રેગરી મીક્સે કહ્યું હતું કે તેઓ રોગચાળાને કારણે ભારતની પરિસ્થિતિથી ચિંતિત છે. સાંસદ હેલી સ્ટીવેન્સે કહ્યું હતું કે, “હું ભારતમાં રોગચાળાનો સામનો કરી રહેલા પરિવારો માટે પ્રાર્થના કરું છું અને વિશ્વ સમુદાયને સંકલન કરવા આગ્રહ કરું છું.” ભારતીય સંસદસભ્ય રો ખન્નાએ જાહેર આરોગ્ય નિષ્ણાત આશિષ કે ઝાના એક ટ્વીટ શેર કરતાં કહ્યું કે, આપણે ભારતને એસ્ટ્રાઝેનેકા રસીના વધારાના 35 મિલિયન ડોઝ પહોંચાડી શકીએ તેમ છીએ.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર