Tuesday, April 29, 2025

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ જુદી જુદી રેઇડ કરી મોરબીના માર્કેટ યાર્ડમાં શાકમાર્કેટ વિભાગમાં અને મોરબી રેલવે કોલોનીના પટમાં જાહેરમાં જુગાર રમતા કુલ ચાર ઇસમોને ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબીના માર્કેટીંગ યાર્ડમાં શાકમાર્કેટ વિભાગમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો નરોત્તમભાઈ રિશાલસિંગ દાતારામ (ઉ.વ.૨૪) તથા વિવેકભાઈ રાજેન્દ્રભાઈ કશ્યપ (ઉ.વ.૨૦) રહે. બંને મોરબી માર્કેટ યાર્ડ દુકાન નંબર -૧૮ મુળ રહે. ઉતરપ્રદેશવાળાને રોકડ રકમ રૂ. ૪૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા છે.

જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મોરબી રેલવે કોલોનીના પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને ગોપાલભાઈ બાબુભાઈ રાવા (ઉ.વ.૨૭) વિજયનગર રાધા ક્રિષ્ના સોસાયટી મંદિર પાસે મોરબી તથા કિશનભાઇ રામજીભાઈ ગરીયા (ઉ.વ.૨૩) રહે. નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૨૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ કાનાભાઇ ભુપતભાઇ ઠુંગા રહે. વિજયનગર મોરબીવાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર