Monday, April 28, 2025

માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પર્યાવરણીય સ્થાનિક સમસ્યાને અગ્રતા આપી પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટેનાં પરિણામલક્ષી પગલાં ભરવા સંકલ્પબદ્ધ થઈને ટૂંકા સમયમાં ખૂબ મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ગુજરાતમાંથી 2525 જેટલાં પર્યાવરણ સંરક્ષકોના સન્માન માટે માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ તથા અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ટાઉનહોલ ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકામાંથી રત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરારના શિક્ષક અનિલ બદ્રકિયા, રાસંગપર પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશ ગામી અને સુલતાનપુર પ્રાથમિક શાળાના શિક્ષક ચેતન વનાળીયાને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર