મોરબી સરતાનપર રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબી સરતાનપર રોડ ઉપર મોટો કારખાના પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં ક્યુસેવન સિરામિક લેબર કોલોનીમાં રહેતા સંજુબેન જગદીશભાઇ રૂષી (ઉ.વ.૨૨) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -GJ-39-T-603 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ જગદીશભાઈ (ઉવ-૩૩) સાહેદ સુનીલભાઈનુ મોટરસાઈકલ રજી.નં-MP-37-ZE-6412 વાળુ ચલાવીને જતો હતો ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક રજીસ્ટર નંબર-GJ-39 -T-1603 વાળૂ ટ્રક પુરઝડપે ચલાવી મોટરસાઈકલને સામેથી ઠોકર મારતાં ફરીયાદીના પતિને વાહન અકસ્માતમા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ફરીયાદીના પતિનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પત્ની એ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.