વાંકાનેરના અમરસર ગામે બજારમાં ઢોર રાખવા બાબતે બે પક્ષો વચ્ચે અથડામણ; સામસામે ફરીયાદ નોંધાઈ
વાંકાનેર તાલુકાના અમરસર ગામે બજારમાં ઢોર રાખવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યારબાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને પક્ષો દ્વારા સામસામે લોખંડના પાઇપ, ધોકા, અને લાકડી વડે મારમારી કરી હતી બાદમાં બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ સામસામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા વિપુલભાઈ વિભાભાઈ ફાગલીયા (ઉ.વ.૨૫) એ તેમના જ ગામના આરોપી ભાયાભાઇ ઝાલાભાઇ ગમારા, મહીપાલ ભાયાભાઇ ગમારા, સુનીલ ભાયભાઇ ગમારા, ઝાલાભાઇ ઉકાભાઇ ગમારા, ગોવીદભાઇ ઝાલાભાઇ ગમારા, પરબતભાઇ ઝાલાભાઇ ગમારા, હીન્દુભાઇ ધોધાભાઇ ગમારા, ભીખુભાઇ ઝાલાભાઇ, દેવાભાઇ ચકુભાઇ ગમારા, રાજુબેન ભીખુભાઇ, મોધીબેન ભાયાભાઇ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ભાયાભાઈ ગમારાને તેના માલઢોર બજારમાં નહીં રાખવાનું કહેતા આ બાબતે આરોપીએ ફરીયાદીને લાકડી વડે મારમારી તથા અન્ય આરોપીઓ વારાફરતી આવી ફરીયાદીને તથા લાકડી તેમજ પાઈપ વડે મારમારી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા મહીપાલભાઈ ભાયાભાઈ ગમારા (ઉ.વ.૨૧) એ તેમના જ ગામના આરોપી વિપુલભાઇ વિભાભાઇ ફાગલીયા, વિભાભાઇ વેલાભાઇ ફાગલીયા, ભગવાનજીભાઇ મચ્છાભાઇ ફાગલીયા, સુરેશભાઇ મચ્છાભાઇ ફાગલીયા, વિક્રમભાઇ વિભાભાઇ ફાગલીયા, દશરથભાઇ ભગવાનજી ફાગલીયા, પ્રકાશભાઇ ભગવાનજીભાઇ ફાગલીયા, સંજયભાઇ ભગવાનજીભાઇ ફાગલીયા, પબાભાઇ મચ્છાભાઇ ફાગલીયા, કાનાભાઇ પબાભાઇ ફાગલીયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓને અગાઉ ખેતરમા ભેસો ગયેલ હોય જે બાબતે બોલતા ચાલતા ન હોય અને આજે ભેસ સાથે ગાડી અડી જતા જે બાબતે બોલાચાલી થતા આરોપીઓ પહેલા લોખંડના પાઇપ તથા લાકડીઓ લઇ આવી સાહેદ ભાયાભાઇને માથામા તથા હાથે ખંભાના ભાગે મારમારી ખંભાના ભાગે ફેક્ચર કરી ભાગી જઇ તથા ફરીથી આરોપીઓ પાછા આવી ફરીયાદીને મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.