હળવદના પલાસણ ગામે જુના ઝઘડાનો ખાર રાખી એક વ્યક્તિની પથ્થર વડે ઘા મારી હત્યા કરાઈ
હળવદ તાલુકાના પલાસણ ગામની સીમમાં યુવકના પીતા તળીશીભાઈને આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તળીશીભાઈને માથાના ભાગે પથ્થર મારી જીવલેણ ઇજા કરી મોત નિપજાવ્યું હોવાની મૃતકના પુત્ર એ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના પલાસણ ગામે રહેતા વિજયભાઈ તળશીભાઈ વિઠલાપરા (ઉ.વ.૨૬) એ તેમના જ ગામના આરોપી ઝાલાભાઈ રામાભાઈ ભરવાડ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પિતાજી તળશીભાઈ વિઠલાપરાને આરોપી સાથે અગાઉ ઝઘડો-બોલાચાલી થયેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી તળશીભાઈને પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઈજા કરી મોત નીપજાવતા મૃતકના પુત્ર એ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.