માળીયાના મોટા દહિસરા ગામે જમીન પ્લોટ બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડો થતાં સામસામે ફરીયાદ નોંધાઈ
માળીયા તાલુકાના મોટા દહિસરા ગામે વડીલોપાર્જિત જમીન પ્લોટ બાબતે બે પરિવારો વચ્ચે જુનું મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખી માથાકુટ કરતા બંને પરિવારો દ્વારા પ્રાણઘાતક હથિયારો સાથે ઝગડો કરતા બંને પરિવારોના લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ બંને પક્ષો દ્વારા માળીયા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયાના મોટા દહિસરા ગામે રેલવે સ્ટેશન સામે રહેતા વિજયભાઈ હમીરભાઇ પરમાર (ઉ.વ.૩૦) એ આરોપી અજય છગનભાઇ પરમાર (ઉ.વ.૧૯), છગનભાઇ કાનજીભાઇ પરમાર, જીતેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૨) રમેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૩૪), નરેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.૩૦), કાનજીભાઇ મુળુભાઇ પરમાર (ઉ.વ.૭૩), શૈલેષભાઇ સવજીભાઇ પરમાર, પિન્ટુભાઇ વિનોદભાઇ પરમાર, પંકજભાઇ શીવાભાઇ પરમાર, શામજીભાઇ શીવાભાઇ પરમાર (ઉ.વ.૩૮), શીવાભાઇ મુળુભાઇ પરમાર, હીરાભાઇ મુળુભાઇ પરમાર સુરેશભાઇ બુટાભાઇ બાંભવા (ઉ.વ.૨૦) રહે. બધા મોટા દહિંસરા તા.માળીયા મી.વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ તથા ફરીયાદી સાહેદો વચ્ચે અગાઉથી વડીલો પાર્જીત જમીન પ્લોટ બાબતે જુનુ મનદુખ ચાલતુ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ધોકા, લોખંડના સળીયા, ટામી, સોરીયુ, લોખંડનો પાઇપ જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાના ઇરાદે માથાના,છાતીના તથા શરીર ઉપર ઘા મારી જીવલેણ ઇજા કરી તથા ઢીકા પાટુનો મુંઢમાર મારી તથા નાની મોટી ઇજા કરી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની હુંન્ડાઇ વેરના ગાડીને કાચ તોડી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે માળિયા મીયાણા તાલુકાના મોટા દહિસરા ગામે રહેતા અજયભાઈ છગનભાઇ પરમાર (ઉ.વ.૧૯) એ આરોપી મુન્નાભાઇ હમીરભાઇ પરમાર, નીલેશભાઇ હમીરભાઇ પરમાર, વીજયભાઇ હમીરભાઇ પરમાર, અશોકભાઇ હમીરભાઇ પરમાર, હમીરભાઇ ભોજાભાઇ પરમાર, નિમુબેન હમીરભાઇ પરમાર,તથા પ્રવીણાબેન નિલેશભાઇ પરમાર તમામ રહે-મોટા દહીંસરા ગામ તા.માળીયા(મી)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ તથા ફરીયાદી સાહેદો વચ્ચે અગાઉથી વડીલોપાર્જીત જમીન પ્લોટ બાબતે જુનુ મનદુખ ચાલતુ હોય જે બાબતનો ખાર રાખી આ કામના આરોપીઓએ પ્રાણઘાતક હથીયાર ધોકા, લોખડના પાઇપ જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને માથામાં,હાથમાં,શરીર ઉપર ઘા મારી મુઢ તથા ફુટની ઇજા તેમજ ફેક્ચરની ઇજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી અશોક હમીરભાઇએ તેના હવાલાવાળી વર્ના ગાડી રોડ ઉપર એકદમ ચલાવી દોડા-દોડી થતા સાહેદ કાનજીભાઇ ગાડી સાથે ભટકાઇ જતા શરીરે ઇજા થતા તેમજ ફરીયાદીના મોટર સાયકલમાં નુકશાન કરેલ હોવાની ફરીયાદ નોંધાવી હતી.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.