મોરબી તાલુકામાં 79.80% પંચાયત વેરો વસૂલાત બદલ તલાટી મંત્રીઓ અને વિસ્તરણ અધિકારીઓને પ્રોત્સાહિત કરયા
મોરબી તાલુકામાં 79.80% જેવી પંચાયત વેરા વસુલાત તલાટી કમ મંત્રીઓ અને તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેની ટીમ દ્વારા આ વસૂલાત કરવામાં આવેલ છે. જેથી ટીમ દ્વારા વસુલાત કરવા બદલ તમામ તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અધિકારીશઓને તાલુકો પંચાયત કચેરીના તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રશંસા પત્ર આપી દરેકને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
આ વેરા જે વસુલ કરવામાં આવેલ છે તે વસુલાત ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમા જ જમા થાય છે. અને સરકાર તરફથી જે વસુલાત સામે પ્રોત્સાહક ગ્રાન્ટ મળે તે પણ સીધી ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમા જમા થાય છે. આ સ્વ ભંડોળમાં જમા થયેલ રકમ ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે એક સાથે એક ફ્રી જેવી સ્કીમ છે.