પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વિવિધ વેપારી મંડળ દ્વારા આવતીકાલે બપોર સુધી મોરબી બંધનું એલાન
મોરબી: જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પુછીને ૨૬ હિન્દુઓની નિર્મમ હત્યા કરવાના વિરોધમાં મોરબીમાં વિવિધ વેપારી મંડળ દ્વારા આવતીકાલે સવારના ૦૯:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી સંપૂર્ણ મોરબી બંધ રાખવામાં આવશે અને આવતીકાલે સવારે નવ વાગ્યે મોરબી નવા બસ સ્ટેન્ડથી નગરદરવાજા સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવશે.
ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા જાય છે અને તેના કારણે સ્થાનિકો લોકોની રોજીરોટી ચાલતી હોય છે પ્રવાસી ક્યારેય ધર્મ પૂછીને કોઈ ખરીદી કરતા નથી તેમ છતાં શ્રીનગરના પહેલગામમાં ગત સોમવારે આતંકી હુમલો થયો હતો જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે સૌથી આઘાતજનક તો એ વાત રહી કે આ આતંકીઓએ ધર્મ પૂછીને લોકોને પોતાની હેવાનિયતના શિકાર બનાવ્યા હતા ધર્મ પૂછીને લોકોને ગોળીબારની આ ઘટના સામે દેશભરમાં રોષ ફેલાઈ રહ્યો છે દેશભરમાં હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાના વિરોધમાં આવા ધાર્મિક કટ્ટર આતંકીઓ વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે અને ઠેર ઠેર આતંકીઓના પુતળા દહન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ત્યારે મોરબીમાં આવી કાયરતા પૂર્ણ ઘટનાનો વિરોધ થવા લાગ્યો છે અને મોરબીના વિવિધ વેપારી મંડળ પણ આ ધાર્મિક કટ્ટરતા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે આવતી કાલે 25/04/2025 ના રોજ સવાર ના 9.00 થી બપોર ના 2.00 વાગ્યા સુધી તમામ વેપારીઓ દ્વારા મોરબી બંધનું એલાન કરવામાં આવેલ છે જેને મોરબીના હિંદુ સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને આવતી કાલે સવારે 9.00 વાગે મોરબી નવા બસ સ્ટેન્ડ થી મોરબીના નગર દરવાજા સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે.