મોરબીના ગોર ખીજડીયા ગામે પ્રા. શાળામાં ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે આવેલ શ્રી ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવાના હોય જેથી ધોરણ -૮ ના વિદ્યાર્થીઓને માનભેર વિદાય સમારંભ યોજી વિદાય આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થિઓ શાળા અને ગામનું નામ રોશન કરે તેવી આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થિઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના અનુભવો શેર કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને યાદી માટે સ્મૃતીપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. જે રીતે ઉચ્ચ અભ્યાસમાં ટોપી અને ખેસ પહેરી પદવીદાન સમારોહ યોજવામાં આવે છે તેવી જ રીતે આ નાની ઉંમરમાં તેની અહિયા પ્રતિકૃતિ કરવામાં આવી હતી.
જ્યારે આ કાર્યક્રમમાં આચાર્ય, ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.