મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મચ્છુ નદીના પાણીમાં કોઈ કારણસર ડૂબી જતાં ઘુંટુ ગામના વતની હસમુખભાઇ નામના આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા હસમુખભાઇ રાઘવજીભાઈ પરેચા ઉ.વ.૪૫વાળા મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મચ્છુ નદીના પાણીમાં કોઈ કારણસર ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
