મોરબીના કાલિકા પ્લોટમાં ખંડેર મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી કાલીકા પ્લોટમાં આવેલ ખંડેર મકાનમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ-૯૬ કિ.રૂ. ૫૬,૮૯૨/- નો મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ મોરબી સીટી એ ડીવીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબીના કાલીકા પ્લોટમાં સાયન્ટીફીક મેઇન રોડ ઉપર આઝાદ ચોકમાં એક બંધ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમે વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે તેવી બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઇડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ -૯૬ કિ.રૂ. ૫૬,૮૯૨/- નો મુદામાલ મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમ વિરુધ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.