દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા નજીક આવેલ ટીમડી ગામ ના યુવક ને હેડ કોન્સ્ટેબલની નોકરી અપાવવા માટે ની લાલચ આપી અને 3.5 લાખ ની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ જામ ખંભાળીયા પોલીસ મથકે નોંધાઇ હતી જામ ખંભાળીયા નો યુવક જીગ્નેશ આરંભાળિયાના સંપર્કમાં ટીમડીનો યુવક કુમારસિંહ જાડેજા આવ્યો હતો અને મિત્રતા થઈ હતી બાદમાં જીગ્નેશ દ્વારા કુમારસિંહ ને કહ્યું હતું કે મારી ઓળખાણ ગાંધીનગરમાં છે અને સીધી ભરતી કરાવી દેવાની લોભામણીની વાત કરી હતી ત્યારે તેમની વાતમાં કુમારસિંહ એ હા પાડી ત્યારે જીગ્નેશ દ્વારા એક લેખિત અરજી કરવી જોઈશે અને હેડ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક થઈ હોવાનું જણાવી 7 લાખ ની માંગણી કરી હતી ત્યારે કાજૂરડાના પાટિયા પાસે જીગ્નેશએ ખોટા દસ્તાવેજો બતાવી અને કુમારસિંહ પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખ લીધા હતા અને બાકીના રૂપિયા નોકરીમાં લાગી ગયા બાદ આપવાનું નક્કી થયું હતું પરંતુ નોકરીનો આખરી હુકમ ન આવતા પોલીસ ભરતી થવા માટેની પરીક્ષા પાસ કરવાની હોવાનું ભાન થતા તેને જામ ખંભાળીયા પોલીસ મથકમાં જીગ્નેશ આરંભાળિયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી અને જીગ્નેશ સહિત તેની સાથે કોને મદદ કરી તે દિશામાં તપાસ શરૂ કરી હતી અને આરોપી જીગ્નેશને જામ ખંભાળીયા પોલીસ દ્વારા અટકાયત કરી હતી અને અન્ય કોણ તેના સાથીદારો છે કઈ રીતે સમગ્ર દસ્તાવેજ ઉભા કર્યા અને અન્ય તમામ દિશામાં તપાસ કરી અને અન્ય આરોપીઓને પકડી પાડવા માટે અલગ ટીમ બનાવી દેવામાં આવી છે અને તમામ ને પકડી પાડવા કવાયત શરૂ કરી છે.