આગામી 23 એપ્રિલે મચ્છુ -02 ડેમના બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે; નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ -૨ ડેમના રીપેરીંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે આગામી તારીખ ૨૩-૦૪-૨૦૨૫ ને બુધવારના રોજ બપોરના ૦૪:૦૦ કલાકે બે દરવાજા બે ફુટ ખોલવામાં આવશે અને ડેમમાંથી ૧૪૫૬ ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવશે.
જ્યારે સિંચાઇ વિભાગ દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં આવતા ગામનો લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને મિલકત સલામત સ્થળે ખસેડી લેવા સુચના આપવામાં આવી છે. જેમ કે મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર.
માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) સહિતના ગામોને એલર્ટ કરાયા છે.