મોરબી સર્કિટ હાઉસમાં યુથ કોંગ્રેસની ચૂંટણીને લઈને મીટીંગ યોજાઈ
સમગ્ર ગુજરાતની સાથે મોરબીમાં પણ કોંગ્રેસની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચુંટણીને લઈને આજે સર્કિટ હાઉસમાં કોંગ્રેસની મીટીંગ યોજાઈ હતી. જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં યુથ કોંગ્રેસની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચુંટણીમાં મજબૂત યુથ કોંગ્રેસ બંને અને લોકોના પ્રશ્નોને ઉજાગર કરી શકે તેવો યુથ કોંગ્રેસમાં પ્રમુખ બંને તે માટે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસમાં મિટિંગ યોજાઈ હતી જેમાં પ્રદેશ યુવા કોંગ્રેસ ડો. ઉપેન્દ્રસિંહ , મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ, રૂક્મુદીન માથકિયા મહામંત્રી, મુસ્તાકભાઈ સુમરા, વગેરે કોંગ્રેસ અગ્રણીઓ આ મીટીંગમા ઉપસ્થિત રહ્યા હતા.
હાલ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે અલ્પેશ કોઠીયા છે. અને આગામી દિવસોમાં ફરીથી રીપીટ અલ્પેશ કોઠીયા જ બનશે નહી તેને લઈને આજે મીટીંગ યોજાઈ હતી. અલ્પેશ કોઠીયા એક પટેલ ચેહરો હોવાથી મોરબી જિલ્લામાં કોંગ્રેસના કાર્યકાળમા પ્રથમ તે યુથના ઉપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તે પીપળીયા (રાજીવનગર) ના સરપંચ તરીકે નાની ઉંમરે રહી ચુક્યા છે. તેમજ હાલ પણ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે છે એટલે આગામી દિવસોમાં પણ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે રહી શકે કેમ તે માટે મીટીંગ યોજાઈ હતી.