મોરબીમાં પ્રસુતાની પીડા વેળાએ આંચકી ઉપડતા માતા બાળક બંનેના મોત
મોરબી શનાળા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા હોસ્પિટલ એ લાવતા સિડીઓ ચડતી વખતે આંચકી ઉપડતા માતા બાળક બંનેના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ પાછળ હદાણીની વાડીમાં રહેતા કિર્તીબેન મહીપતભાઈ કંઝારીયા (ઉ.વ.૨૯) નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે લઇ આવતા હોસ્પિટલની સીડીઓ ચડતા અચાનક મહિલાને આંચકી આવતા બેભાન થઈ ગયેલ હોય અને હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તપાસી કિર્તીબેન તથા તેના ગર્ભમાં રહેલ બાળક બંનેને મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.