માળીયા ફાટક પાસે રોડ ઉપર કારમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
માળીયા -જામનગર હાઇવે રોડ માળીયા રેલ્વે ફાટક પાસે રોડ ઉપરથી મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નીશ ફોર વ્હીલ કારમાંથી દેશી દારૂ લીટર-૪૦૦ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૩,૮૦,૦૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે જ્યારે આરોપી કાર મુકી નાસી જતા પોલીસે તેને ફરાર દર્શાવી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફ માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયા – જામનગર હાઇવે રોડ માળીયા રેલ્વે ફાટક પાસે આવતા સામેથી એક ફોર વ્હીલ ગાડી આવતી જોવામાં આવેલ જે ગાડી દેખીતી રીતે શંકાસ્પદ જણાતી હોય જેથી આ ગાડીના ચાલકને હાથનો ઇશારો કરી ઉભી રાખવા કહેતા આ ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાના હવાલા વાળી ફોર વ્હીલ ગાડી રોડની સાઇડે ઉભી રાખેલ અને પોલીસ તેની પાસે જતા આ ફોર વ્હીલ ગાડીના ચાલકને પોલીસ અંગેની શંકા જતા પોતાના હવાલા વાળી ફોર વ્હીલ ગાડી રેઢી મુકીને નાશી ભાગી ગયેલ જેથી આ મળી આવેલ ફોર વ્હીલ ગાડી મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નીશ કંપનીની રજીસ્ટર નં. GJ-03-LG-0392 વાળીમાંથી દેશી દારૂ લીટર- ૪૦૦ કિ.રૂ.૮૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩,૮૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.