મોરબીમાં વેપારના બાકી પૈસા લેવા જતા આધેડ પર બે શખ્સોનો છરી વડે હુમલો
મોરબી ગ્રીનચોકમા રહેતા આધેડ ભવાનીચોકમા લગધીરવાસ વિશ્વકર્મા નામના કારખાના પાસે આરોપી પાસે વેપાર ધંધાના બાકિ લેવાના રૂપિયા કારખાને લેવા જતા આધેડે આરોપીને અન્ય શખ્સનું પુછતા હાજર ન હોય તેમ કહેતા આધેડે એ કહેલ કે મારે પૈસા માટે કેટલા ધક્કાખાવા તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ આધેડને ગાળો આપી માર મારી છરી વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીનચોકમા કંશારા શેરીમાં રહેતા દિપેનભાઈ અનંતરાય કરથીયા (ઉ.વ.૪૫) એ આરોપી દિલીપભાઈ કાળુભાઈ ચનીયારા તથા કાળુભાઈ ચનીયારા રહે. બંને ભવાનીચોક રાજગ ગેરેજ પાસેની શેરી લગધીરવાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી કાળુભાઈ સાથે વેપાર-ધંધા ના પૈસા લેવાના બાકિ હોય જેથી ફરીયાદી આરોપીના કારખાને લેવા જતા આરોપી દિલીપભાઈ હાજર હોય તેને ફરીયાદીએ આરોપી કાળુભાઈનુ પુછતા હજાર નહોય તેમ કહેતા ફરીયાદીએ કહેલ કે મારે પૈસા માટે કેટલા ધકકાખાવા તેમ કહેતા આરોપીઓ ઉશકેરાય જઇ ગાળો આપી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારેલ અને આરોપીઓએ ફરીયાદીના માથા ના ભાગે છરીનો એક ઘા મારી ઇજા કરી અને ફરીયાદિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનારે આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.