Sunday, April 20, 2025

મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધી ભારે વાહનો બંધ કરવા આમ આદમી પાર્ટીની તંત્રને રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા ઝોન -૦૨ ના મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધી હેવી લોડીંગ ચાલતા વાહનો બંધ કરવા આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્રને લેખિત રજુઆત કરી માંગ કરી છે.

આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી અને વાંકાનેર વિધાનસભાના પ્રભારી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા સૌથી વધુ ટ્રાફિક અને પોસ વિસ્તાર એવાં મહેન્દ્રનગર ચોકડી થી માળિયા ફાટક છે. જે રસ્તા પર ફેક્ટરીએ અપડાઉન કરતા લોકોની ખુબ જ પ્રમાણમાં અવરજવર રહે છે. સાથે સાથે આ રસ્તા પર અનેક રેસીડેન્સી સોસાયટી અને મહેન્દ્રનગર ગામ આવેલું છે. આ રસ્તામાં હેવી લોડીંગ વહાન ચાલતા હોય તો સતત ટ્રાફિક રહે છે અને મોટા અક્સ્માતની સંભાવના રહે છે. આ રસ્તા પર આવતા હેવી લોડીંગ વહાન ના રૂટને ૮એ નેશનલ હાઈવે પર ડાઈવટ કરવામાં આવે અને મહેન્દ્રનગર ચોકડી પર અધુરો રહેલો પુલને ઝડપી બને જેથી કરીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ મળે‌.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર