મોરબી માળિયા હાઈવે રોડ પર આઇસર પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર બહાદુરગઢ ગામના પાટીયા નજીક રોડ પર આઈસર પાછળ ટ્રક ભટકાતાં ગંભીર ઈજાઓ પહોંચતા ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા રવજીભાઈ રાયસંગભાઈ ઝંઝવાડીયા (ઉ.વ.૫૬) એ આરોપી ટાટા ડમ્પર રજીસ્ટર નં-જીજે-૩૬-એક્સ-૮૦૮૪ ના ચાલક મુકેશભાઈ રવજીભાઈ ઝંઝવાડીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો પોતાના હવાલા વાળુ ટાટા ડમ્પર રજીસ્ટર નં- GJ-36-X-8084 વાળુ પુર ઝડપે અને ગફલતભરી રીતે માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી નેશનલ હાઇવે રોડ ઉપર આગળ બંધ પડેલ આઇસર વાહન રજીસ્ટર નં-GJ-14-Z-3018 વાળાના પાછળના ભાગે ભટકાડી અકસ્માત કરી ટ્રક ચાલકને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મુકેશભાઈ ઝંઝવાડીયાનુ મોત નીપજયું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.