મોરબીમાં બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ૨૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આરોપીઓ પોતાના હવાલાવાળી સફેદ કલરની બલેનો ફોર વ્હિલર ગાડી રજીસ્ટર નં.GJ-36-AP-5003 વાળીમાં દેશી દારૂનો જથ્થો લીટર ૨૫૦ જેની કિ.રૂ.૫૦,૦૦૦/-તથા બલેનો ફોર વ્હિલર ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી વિશાલભાઇ હરખાભાઇ ઝીઝવાડીયા (ઉ.વ.૨૦) રહે. પાણીની ટાંકી પાસે જેતપર ગામ તા.જી.મોરબી તથા કિશનભાઇ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૨૦) રહે, મોરબી – ૨ વીસીપરા મદિના સોસાયટી બીલાલી મસ્જીદ પાસે મોરબીવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચણીયા રહે, શોભેશ્વર સોસાયટી જુના ઘુટુ રોડ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.