મોરબીના લક્ષ્મીનગર ખાતે યોજાયેલ વિનામુલ્યે આરોગ્ય કેમ્પમાં 64 દર્દીઓએ લાભ લીધો
મોરબી: શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી મોરબી દ્વારા લક્ષ્મીનગર ખાતે મફત આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કુલ 64 દર્દીઓને આરોગ્યલાભ મળ્યો હતો.
આ હોમિયોપેથી વિભાગનો કેમ્પ ડૉ. સચિન કેસરી અને ડૉ. જિગિયા પાટડીયાના નેતૃત્વમાં અને ડૉ. મોતીલાલ મિશ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પ્રથમ વર્ષના હોમિયોપેથીના વિદ્યાર્થીઓએ પણ નિદાન અને સારવારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી તેમજ ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. નિશા જેતપરિયા અને ડૉ. અવની કાંજીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું. પ્રથમ વર્ષના તમામ ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા હતા.
જ્યારે નોંધનીય બાબત એ છે કે બંને કોલેજોના વિદ્યાર્થીઓએ લક્ષ્મીનગર ગામમાં ઘરના ઘેર જઈ લોકોને ફિઝિયોથેરાપી અને હોમિયોપેથીના લાભ વિશે જાગૃતિ ફેલાવી હતી. અને આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્યલાભ મળ્યો અને આરોગ્ય જાગૃતિ પણ સર્જાઈ હતી.
ઉલ્લેખનીય છે કે શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યુશન્સના મેનેજમેન્ટ દ્વારા બંને ઇન્સ્ટિટ્યુટના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે.