શ્રમદાન ફોર મોરબી: સાવસર પ્લોટમાં 9 ટન કચરાનો નિકાલ કરાયો; ગંદકી કરનારને રૂ.1200નો દંડ ફટકાર્યો
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મોરબીના સાવસર પ્લોટ ખાતેથી 09 ટન કચરાનો નિકાલ કરાયો અને ગંદકી કરનાર આસામીઓને દંડ ફટકાર્યો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સાવસર પ્લોટ ખાતે શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ. જેમાં કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મહાનગરપલિકા સ્ટાફ, હેલ્થ વિભાગનો સ્ટાફ મેડીકલ એસોસીએશનના સભ્યો, NGOS તથા નગરજનો શ્રમદાનમાં જોડાયેલ. સાવસર પ્લોટ ખાતે સફાઈ ઝુંબેશ દરમિયાન અંદાજીત 9 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ તથા 2 આસામીઓ પાસેથી ગંદકી ફેલાવવા બદલ રૂ. 1200/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત શ્રમદાન દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા સાવસર પ્લોટ ખાતે દુબાણ દુર કરવામાં આવેલ.