મોરબીના ઘુંટુ ગામની સીમમાં પાણીની ખાડમા ડૂબી જતાં યુવકનું મોત
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં વગડીયા વિસ્તારમાં રવીસ પેપરમીલના કારખાના સામે આવેલ પાણીની ખાડમા ડૂબી જતાં યુવકનું મૃત્યુ નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે ક્રિયાન પેટ્રોલપંપ બાજુમાં રહેતા રમણીકભાઇ પ્રાણજીવનભાઈ વીરપરીયા (ઉ.વ.૩૬) નામનો યુવક ઘુટું ગામની સીમ વગડીયા વિસ્તારમાં રવીસ પેપરમીલના કારખાના સામે આવેલ પાણીની ખાડમાં ન્હાવા માટે જતા પાણીમાં પડી જતા ડુબી યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.