ટંકારા: મીતાણા ડેમ-૧ પાસે આવેલ વાડીમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
ટંકારા તાલુકાના મિતાણા ડેમ -૦૧ નજીક આવેલ વાડીમાં રહેતા યુવકને ત્રણ શખ્સોએ કોઈ કારણસર લોખંડના પાઇપ વડે માર મારતાં આરોપીઓ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના મીતાણા ડેમ-૧ પાસે વાડીમાં આવેલ ઘરે રહેતા અમિતભાઈ રહીમભાઈ ઠેબા (ઉ.વ.૩૦) એ આરોપી ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી મીતાણા ડેમ ૧ પાસે આવેલ વાડીમાં આવેલ પોતાના ઘરના ખુલ્લા કમ્પાઉન્ડમાં સુતેલ હોય જે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમોએ કોઇ કારણોસર અચાનક આવી ફરીયાદીને શરીરે ઢીકાપાટુ તથા તથા માથામાં કોઇ લોખંડની વસ્તુથી માર મારી માથામાં ઇજા કરી હોવાથી ભોગ બનનારે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ સામે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.