Saturday, April 19, 2025

હળવદના રાતાભેર ગામે પત્નીએ ખેતી કામ કરવા ઠપકો આપતાં પતીએ ઝેરી દવા ગટગટાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલની વાડીએ યુવકની પત્નીએ યુવકને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં આવેલ રમેશભાઈ ચુનીલાલ પટેલની વાડીએ રહેતા ગોપાલભાઈ છગનભાઇ તડવી (ઉ.વ.૪૦) નામના યુવકને તેની પત્નીએ ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતા મરણ જનારને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે રાતાભેર ગામની સીમમા આવેલ રમેશભાઇ ઇશ્વરભાઇ પટેલની વાડીએ જંતુનાશક ઝેરી દવા પી જતા ઝેરી દવાની અસર થતા મોરબી સરકારી સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ કરતા ત્યા ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર