Friday, April 18, 2025

ખાખરાળાં પ્રાથમિક તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તા. 02/05/2025 ને શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમ નું આયોજન ખાખરાળાં ગામ સમસ્ત કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ માં અત્યાર સુધીમાં અભ્યાસ કરી ને ગયેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ને આ ન્યુઝ ના માધ્યમથી આમંત્રણ પાઠવવામાં આવે છે તેમજ આ શાળામાં જે આચાર્ય અને શિક્ષકો એ સેવા આપી છે એ તમામ ને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમમા મહા મંડલેશ્વર 1008 શ્રી શ્રી પરમ પૂજ્યમાં કનકેશ્વરીદેવીજી( ખોખરાધામ-બેલા),તેમજ મૂળ ખાખરાળાં ના અને આધ્યાત્મિક ગુરુ અને જેમના અઢળક પુસ્તકોથી આપણે સૌને આધ્યાત્મિક અને યોગ નું માર્ગદર્શન મળે છે તેવા શાંતિ નિકેતન આશ્રમ – જોધપર ના પરમ પૂજ્ય શ્રી ભાણદેવજી મહારાજ, નકલંક મંદિર – બગથળાના પરમ પૂજ્ય મહંત શ્રી દામજી ભગત ની પ્રેરક ઉપસ્થિતી છે અને હાજર શ્રોતાને આશીર્વચન આપશે

જો આપ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ આચાર્ય કે શિક્ષક રહી ચુક્યા હોઈ અને આપ ઉપસ્થિત રહેવા ઇચ્છતા હોઈ તો અને તો જ કાર્યક્રમ માં આપનું રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર 9898643235 અને 98790 35089 પર ચોક્કસ કરાવશો.

ભૂતપૂર્વ આચાર્ય કે શિક્ષક જો હૈયાત ના હોઈ તો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આ સન્માન માટે હાજર રહેવા જણાવવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર